નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગર: Surendranagar Crime News: રોજ સમાચારોમાં આપઘાત કરવાના અનેક કિસ્સોઓ સામે આવે છે. જીવન ટૂંકાવવા પાછળના કારણો ઘણીવાર અકબંધ રહેતા હોય છે. જીવનમાં ચાલી રહેલી એવી કોઈ સમસ્યા જેનું સમાધાન પામી ન શકનાર માણસ અંતે મોતને વહાલું કરવા તૈયાર થઈ જાય છે આવી જ એક ઘટના છૂટાછેડા લીધેલું દંપત્તિ ફરીવાર પતિ પત્નીરૂપે મળે અને કોઈ અગમ્ય કારણોસર સાથે જ જીવન ટૂંકાવી દેવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લાના રાજપર પાસે આવેલી નર્મદા કેનાલમાંથી બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. વઢવાણ ગામનો રહેવાસી રવિભાઈ વરુ અને અમદાવાદની યુવતી આરતી સરીયાના કેટલાક સામે પહેલા લગ્ન થયા હતા. કોઈ કારણોસર આ પતિ પત્નીએ ચાર પાંચ માસ અગાઉ એકબીજાને છૂટાછેડા આપ્યા હતા. છૂટાછેડા આપ્યા બાદ આ દંપત્તિ ફરીવાર મળ્યું હતું. અને કોઈ અગમ્ય કારણસર નર્મદા કેનાલમાં ઝંપલાવી આ દંપત્તિએ મોતને વહાલું કર્યું છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ દંપત્તિના મૃતદેહ કેનાળાની બહાર કાઢ્યા હતા. કેડ પર પટ્ટો અને દુપટ્ટો બાંધી દંપત્તિએ કેનાલમાં ઝંપલાવ્યું છે. કેનાળાની પાસેથી મૃતક રવિની બાઈક અને બંનેના ચપ્પલ પણ મળી આવ્યા છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. દંપત્તિએ કેનાલમાં ઝંપલાવી કેમ આપઘાત કર્યો તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, હજુ સુધી દંપત્તિના આપઘાત માટે કયું કારણ જવાબદાર છે તે જાણી શકાયું નથી. પોલીસે દંપત્તિના મૃતદેહને પોસ્ટ મોટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








