Friday, June 5, 2026
HomeGujaratGandhinagarરિલાયન્સ ઝૂને 204 વન્ય પ્રાણીઓ આપવામાં આવ્યા, ગુજરાત રાજ્ય સરકારનો જવાબ

રિલાયન્સ ઝૂને 204 વન્ય પ્રાણીઓ આપવામાં આવ્યા, ગુજરાત રાજ્ય સરકારનો જવાબ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gujarat Assembly : જામનગરના (Jamnagar) ખાવડી ખાતે આવેલા રિલાયન્સના પ્લાન્ટ નજીક રિલાયન્સ કંપની વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય (Reliance zoo) બનાવી રહી છે. જેમાં દેશ વિદેશથી પ્રાણીઓ લાવીને રાખવામાં આવે છે. ત્યાં તાજેતરમાં જ મોટી સંખ્યામાં વિદેશથી પ્રાણીઓ વિમાન મારફતે લાવવામાં આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકારે (Gujarat Government) પણ રિલાયન્સના પ્રાણી સંગ્રહાલય માટે કેટલા પ્રાણીઓ (animals) આપ્યા છે. આ બાબતે રાજ્ય સરકારને વિધાનસભામાં સવાલ કરવામાં આવતા જવાબ મળ્યો હતો કે રિલાયન્સને 204 પ્રાણીઓ આપવામાં આવ્યાં છે.

રાજ્યની વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના સવાલમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે, રિલાયન્સ ગ્રીન્સ ઝૂઓલોજીકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન ખાતે સાબર, દિપડા, ચિતલ, કાળિયાર, ચિંકારા, ભેંકડું તેમજ ચૌશિંગા સહિતના પ્રાણીઓ ખસેડવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2021માં સૌથી વધારે પ્રાણીઓ રિલાન્યસ ઝૂને આપવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2022માં 50 જેટલા દિપડા મોકલવામાં આવ્યા છે.

- Advertisement -

સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, રિલાયન્સના ઝૂ ઉપરાંત દેશના અને રાજ્યના વિવિધ પ્રાણી સંગ્રહાલયો સાથે પણ પ્રાણીઓ મોકલવામાં આવ્યા છે. જેમાં જયપુર, આસામ, પટના, કેવડિયા નજીક આવેલા સ્ટેચ્યુ ઑફ યુનિટિ, રાજકોટ, મુંબઈ, દિલ્હી અને વડોદરા તેમજ દાદરા અને નગર હવેલી ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓ આપવામાં આવ્યા છે. જેમાં ગત બે વર્ષ દરમિયાન જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 16 સિંહ અને 100 દિપડા તેમજ 50 ચિતલ અને સાબર સહિત ગેંડો, ઘુડખર, પહાડી, પોપટ, તુઈ પોપટ, જંગલી કૂકડા, ભારતીય વરૂ, ઝરખ, રીંછ, વાઈલ્ડ ડોગ, સફેદ કાકણસાર, લેડી એમ્હર્સ્ટ ફેસન્ટ, રેડ ઈઅર્ડ સ્લાઈડર કાચબા અને શાહમૃગ મોકલવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે આ પ્રાણીઓ મોકલવા પાછળનું કારણ જણાવતા જવાબમાં જણાવ્યું છે કે, વિવિધ સ્થળોના લોકોને જંગલી જાનવરો અંગે જાણકારી મળે તે માટે વન્ય પ્રાણીઓનું જનત થઈ શકે. હેતુથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી હેઠળ પ્રાણીઓના વિનિમય કરવામાં આવે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular