Sunday, April 19, 2026
HomeGujaratGir Somnathકોડીનારમાં કાર કૂવામાં ખાબકતા 2ના મોત, સ્કુબા ટીમ આવી ત્યારે મૃતદેહ મળ્યા

કોડીનારમાં કાર કૂવામાં ખાબકતા 2ના મોત, સ્કુબા ટીમ આવી ત્યારે મૃતદેહ મળ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કોડીનાર: રાજ્યમાં અકસ્માતના કિસ્સા ચિંતાજનક રીતે વધતા જણાય છે. ગતરોજ બનાસકાંઠામાં ભયંકર અકસ્માતમાં કંપારીજનક મૃત્યુના સમાચાર બાદ ગીર સોમનાથ (Gir Somnath) માં ભયંકર અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. ગીર સોમનાથના કોડીનારમાં થયેલા અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નિપજ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામના મેણસીભાઈ કાળાભાઈ ચાન્ડેરા અને રામભાઈ ચાન્ડેરાનું ગતરોજ કાર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મળતી વિગતો અનુસાર મેણસીભાઈ પોતાના પિતરાઈ ભાઈ રામભાઈને બોલેરો કાર શીખવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. વડનગર ફાચરીયા રોડ પર કાર શીખતા સમયે ચાલકે કારનો કાબુ ગુમાવતા કાર કુવા સાથે અથડાઈ હતી. ભયંકર અથડામણને કારણે કુવાની દિવાલ તૂટી પડતા કાર કુવામાં ખાબકી ગઈ હતી.

- Advertisement -

ઘટનાની જાણ થતા જ આસપાના લોકો દોડી આવ્યા હતા અને મદદ માટે પ્રયાસ કર્યો હતો. સાથે જ કોડીનારથી ફાયર વિભાગની ટીમ અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગની ટીમે 25 ફૂટ પાણી ભરેલા કુવામાં પડેલી કાર બહાર કાઢવા પ્રયાસો શરૂ કર્યા હતા દરમિયાન વેરાવળથી ફાયર વિભાગની ટીમ પણ આવી પહોંચી હતી. સવારના 4 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા બાદ પણ બોલેરો કાર બહાર કાઢવા સફળતા મળી ન હતી.

આખરે રેસ્કયુ માટે સ્કુબા ડાયવિંગની ટીમ બોલાવી 4 કલાક બાદ કારને ક્રેનની મદદથી ખેંચી બહાર કાઢવામાં આવી હતી. કારમાં તપાસ કરતા કારમાં હાજર બંને યુવકો જોવા નહીં મળતા કુવામાં ઉંડે તપાસ માટે સ્કુબાની ટીમને મોકલવામાં આવતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે તપાસ ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: કોડીનારમાં વૃદ્ધા પર જંગલી શીયાળે ઘરમાં ઘુસી હુમલો કરતા વૃદ્ધાની હાલત ગંભીર

(અહેવાલ: પરાગ સંગતાણી. વેરાવળ)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular