નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ આમ આદમી પાર્ટી (આપ) નેતા અને યુવા અધિકાર ન્યાય ચળવળના પ્રમુખ યુવરાજસિંહ જાડેજા વધુ એક વખત પરીક્ષામાં થતી ગેરરીતિઓ લઈ ઘણી વખત ખુલાસાઓ કરતાં જોવા મળ્યા છે. જોકે પરીક્ષાની ગેરરીતિના પુરાવાઓ જાણે તેમને જ શોધતા આવતા હોય તેવી રીતે ફરી એક વખત યુવરાજસિંહે કેટલાક નામો પર આક્ષેપો કર્યા છે અને હેડ ક્લાર્કની પરીક્ષામાં જે રીતે પ્રાંતિજમાં ઉમેદવારોને ભેગા કરી પેપર આપવામાં આવ્યા હતા તે રીતે અન્ય પરીક્ષાઓમાં પણ પેપર અપાયા હોવાના આક્ષેપો કર્યા છે.
યુવરાજસિંહના જણાવ્યાનુસાર, વર્ષ 2018 પછી લેવાયેલી 6 પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ છે. યુવરાજસિંહે એવું પણ કહ્યું કે પાલીતાણામાં 22 ઉમેદવારોને પેપરની ઝેરોક્ષ આપી દેવાઈ હતી. અગાઉ પણ એક જ વ્યક્તિએ પેપર ફોડ્યા હતા. તુષાર મેર નામા શખ્સે આ મામલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધોળકામાં સબ ઓડિટરની પરીક્ષા વખતે ધંધૂકામાં પણ તેવી જ રીતે થયું હતું.
યુવરાજસિંહનું કહેવું છે કે પેપરમાં 5થી લઈ 15 લાખ સુધી રૂપિયા લેવામાં આવ્યા છે. જામનગર પાલિકાની નોકરી વખતે ચોટીલામાં પેપર લીક કરવામાં આવ્યું હતું. ઘનશ્યામભાઈ ડાંગર તેમાં મુખ્ય આરોપી છે. આ લોકો કોઈ વગદાર છે હું તેમની પોલ ખોલું છું તેના કારણે મારા જીવને જોખમ પણ છે. તેમણે કહ્યું કે દંપત્તિ સહિત ઘણા ઉમેદવારોના જવાબો એક સરખા હતા.
એકાઉન્ટ, ઓડિટર, સબ ટ્રેઝરી અધિકારીની, અધિક મદદનીશ ઈજનેર, જામનગર કોર્પોરેશન, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, સબ ઓડિટર અને હેડ ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે.
![]() |
![]() |
![]() |