દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ. સુરત): અહિંસાના પુજારી એવા મહાત્મા ગાંધીના કુટીરની સંચાલિકાએ અમદાવદાના પ્રેમી સાથે મળી ગામના માજી સરપંચ અને વકીલ પતિની હત્યા કરી આખી હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ સુરત ગ્રામ્ય SOGની સતર્કતા સાથે તલસ્પર્શી તપાસે હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે ગાંધી કુટીરનું સંચાલન કરતી સંચાલિકા અને અમદાવાદથી વિઝીટ કરતા અધિકારી એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા. ત્યારે પ્રેમ સંબંધમાં અડચણ રૂપ બનતા ગામના માજી સરપંચ અને વ્યવસાયે વકીલ એવા પતિની અડધી રાત્રે પત્નીના પ્રેમીએ પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે ગત તારીખ ૧૫ના રોજ પૂર્વ સરપંચ અને વ્યવસાયે વકીલ એવા વીરેન્દ્ર સિંહ સેવાનીયાનું મોત થયું હતું. પત્નીના જણાવ્યા અનુસાર રાત્રે પાણી પીવા જતા સમયે ધાબા પરથી પડી જવાથી મોત થયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી અગ્નિ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા, પરંતુ પરિવારજનોને પત્નીના વ્યવહારથી કંઇક અજુગતું થયું હોવાનું લાગી રહ્યું હતું, જેથી સમગ્ર બાબતે પોલીસ સામે આશંકા વ્યક્ત કરી હતી. જોકે આશંકાને લઇ કીમ પોલીસ સાથે સાથે જીલ્લા LCB તેમજ SOG પણ તપાસમાં જોડાઈ હતી અને આખરે જીલ્લા SOGને સમગ્ર બાબતે સફળતા મળી હતી.
ઉમરાછી ગામે ગાંધી કુટીરનું સંચાલન કરતી ડીમ્પલ તેમજ અમદાવાદથી આશ્રમની વિઝીટ કરવા આવતા અધિકારી હેમંત ઉર્ફે પીન્ટુ હશ્મુખ શર્મા ઉ.વર્ષ ૩૨ રહે .હાલ ૪૦૧ શ્રી શરણ અબજી બાપા ગ્રીન્સની પાસે અંજના ચોક નવા નિકોલ અમદાવાદ, મૂળ રહે ભાન્ક્પુરા ગામ જયપુર રાજસ્થાન, વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને આ પ્રેમે પ્રેમી પ્રેમિકાને હત્યા કરવા સુધી પહોચાડી દીધા હતા, ઘટનાની રાત્રે પ્રેમિકા ડીમ્પલ સેવનિયાએ પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ શર્માને અમદાવાદથી બોલાવ્યો હતો અને મધ્ય રાત્રીએ હેમંત ઉર્ફે પીન્ટુ શર્માએ મૃતક વીરેન્દ્ર સિંહ સેવનિયાના માથામાં પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હત્યા બાદ પત્ની ડીમ્પલ સેવનિયાએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે લોહીના ડાઘા સાફ કર્યા હતા, તેમજ પથ્થર પણ ધોઈ નાખ્યો હતો અને આખી ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસની તલસ્પર્શી તપાસને લઇ આખી ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે મૃતકની હત્યારી પત્ની ડીમ્પલ સેવનિયા તેમજ પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ શર્માની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.