નવજીવન. ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આઈએએસ અધિકારીઓની બદલીનો ગણગણાટ ચાલુ હતો. જોકે હવે ગુજરાત સરકાર દ્વારા 9 અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર કર્યા છે. સોમવારે સાંજે થયેલા આ ઓર્ડરમાં ઘણા જાણિતા નામો પણ છે જેમના કાર્યભારમાં ફેરફાર થયો છે. સરકારે 2004થી 2009 સુધીની બેચના અધિકારીઓ માટેના ઓર્ડર કર્યા છે.
શિક્ષણ વિભાગના ડો. અજય કુમાર કે જે ડેપ્યુટેશન પર છે તેમને તે જ કાર્યભાર સાથે પ્રમોશન મળ્યું છે. મુખ્યમંત્રીની સ્પેશ્યલ ડ્યૂટીના અધિકારી એમ ડી મોડિયાને પણ તે જ કાર્યભાર સાથે પ્રમોશન મળ્યું છે. 2006ની બેચના ટુરીઝમ વિભાગના એમડી જેનુ દેવનને પ્રમોશન સાથે ગાંધીનગરના સ્ટેમ્પ અને ઈન્સપેક્ટર જનરલ સુપ્રીટેન્ડેન્ટ તરીકે બદલી મળી છે જે અગાઉ ડી જી પટેલ સંભાળતા હતા. 2004ની બેચના ડી જી પટેલને ગાંધીનગર કમિશનર ઓફ કોઓપરેશન અને રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાયટીઝ તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. જે કાર્યભાર અગાઉ ડી પી દેસાઈ સંભાળતા હતા.
2008ની બેચના ડી પી દેસાઈ હવે નવા ઓર્ડર પ્રમાણે અઉડાના સીઈઓ તરીકેની કામગીરી સંભાળશે. આ કામગીરી અગાઉ 2009ની બેચના એ બી ગોર સંભાળતા હતા. જેમને હવે વડોદરાના કલેક્ટર તરીકેની કામગીરી સંભાળવાની છે. જે કામગીરી અગાઉ આર બી બારડ સંભાળતા હતા. 2006ની બેચના આર બી બારડને હવે પ્રમોશન આપવામાં આવ્યું છે અને તેમને જંગલ અને પર્યાવરણ વિભાગમાં કામગીરી સંભાળવાની છે. નવા ઓર્ડર પ્રમાણે 2006ની બેચના ગાંધીનગરના એમ્પ્લોમેન્ટ એન્ડ ટ્રેનિંગ વિભાગના ડાયરેક્ટર આલોક કુમાર પાંડેયને પ્રમોશન સાથે ટુરીઝમ વિભાગ ગાંધીનગરના એમડી બનાવવામાં આવ્યા છે સાથે જ રવિ કુમાર અરોરા કે જેઓ 2006ની બેચના છે અને ડેપ્યુટેશન પર છે તેઓને પણ પ્રમોશન અપાયું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












