જયંત દાફડા(નવજીવન અમદાવાદ): અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS)નું વર્ષ ૨૨-૨૩નું બજેટ આજે જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જમાલપુર સ્થિત મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ઓફિસે આજે શહેરના મેયર કિરીટ પરમાર (Mayor Kirit Parmar) તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતાઓની ઉપસ્થિતિમાં બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. ૨૦૨૨-૨૩ના ટ્રાન્સપોર્ટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રૂ ૫૨૯.૧૪ કરોડ રજૂ કરવામાં આવ્યું હતું જે કમિટી દ્વારા ૭ કરોડના સુધારા સાથે ૫૩૬.૧૪ કરોડ મંજૂર કરવામાં આવ્યું છે.
અમદાવાદના મેયર કિરીટ પરમાર (Mayor Kirit Parmar) દ્વારા બજેટ જાહેર કરતા જણાવ્યું હતું કે અ.મ્યુ.ટ્રા.સ (AMTS)ની પોતાની માલિકીની ૫૦ બસ ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ ૫૦ વધારાની બસને અમદાવાદ શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રીંગ રોડ ઉપર જરૂરિયાત મુજબ બે ભાગમાં સંચાલનમાં મૂકવામાં આવશે. જે ચલાવવા માટે ઘટતી રકમ રાજ્ય સરકાર પાસેથી વી.જી.એફ. મેળવી સરભર કરવામાં આવશે. ૪૫૦ જેટલી નવી બસ મેળવીને હાલના સમયપત્રકમાં સુધારો કરી વધુમાં વધુ ફ્રિકવન્સી પૂરી પાડવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં વસતા ૭૫ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનનોને અ.મ્યુ.ટ્રા.સ. (AMTS)ની બસમાં મુસાફરી કરવા માટે ફ્રી પાસની સગવડ આપવામાં આવે છે તથા ૬૫ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનનોને ૫૦% ટિકિટમાં રાહત આપવામાં આવે છે. તેમાં સુધારો કરીને ૭૫ના બદલે ૬૫ વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનનોને બસમાં ફ્રી પાસનો લાભ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત કોરોના કાળ દરમ્યાન શાળામાં ભાળતા જે બાળકોના વાલીઓના માતા/ પિતા મૃત્યુ પામેલા હોય તેવા બાળકોને એક વર્ષ માટે ફ્રી પાસ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
જમાલપુર ખાતે આવેલી ઓફિસ બિલ્ડિંગમાં તથા ડેપોમાં સોલાર પેનલ લગાવવા માટે ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ૩ કરોડ ફાળવવામાં આવે છે. તેમજ સ્વર્ણિમ જયંતિ મુખયમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મેમનગર ટર્મિનસમાં આર.સી.સી. રોડ બનાવવા માટે ૧ કરોડ ફાળવવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












