Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadSMC PI રાઠોડને કુખ્યાત બુટલેગરના હાથમાં ખરેખર કેમ ગોળી મારવી પડી ?

SMC PI રાઠોડને કુખ્યાત બુટલેગરના હાથમાં ખરેખર કેમ ગોળી મારવી પડી ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : પંજાબ, હરિયાણામાં બનતો વિદેશી દારૂ મોટી માત્રામાં અને સતત ગુજરાતમાં ઠાલવતા એક કુખ્યાત બુટલેગરને SMC PI એ ગોળી માર્યા બાદ એક ગુનો નોંધાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન (State Monitoring Cell Police Station) માં કુખ્યાત દારૂ સિન્ડીકેટના મેમ્બર સુખલાલ ડાંગી ઉર્ફે શકાજી ઉર્ફે શંકર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, સુખલાલ ડાંગી સામે ત્રણ ડઝન કેસ પ્રોહિબિશનના તેમજ એક GUJCTOC ના ગુનામાં અનેક મહિના/વર્ષોથી ફરાર હતો.

કોણ છે બુટલેગર સુખલાલ ડાંગી ઉર્ફે શકાજી ઉર્ફે શંકર ?

- Advertisement -

ગુજરાત પોલીસ (Gujarat Police) ના ચોપડે ફરાર કુખ્યાત બુટલેગરોની યાદીમાં સુખલાલ ડાંગી-પટેલ સામેલ હતો. રાજસ્થાન ખાતે રહેતો સુખલાલ તેના ભાગીદાર શૈલેષ જૈન સાથે મળીને ગુજરાતના જુદાજુદા શહેર અને જિલ્લામાં વિદેશી દારૂ સપ્લાય કરતો હતો. રાજ્યભરમાં નોંધાયેલી અનેક ફરિયાદોમાં સુખલાલ અને શૈલેષ જૈન આરોપી છે. થોડાંક મહિનાઓ અગાઉ એસએમસી પોલીસ સ્ટેQશનમાં દારૂ સપ્લાય કરતી સિન્ડીકેટના સભ્યો સામે ગુજસીટૉકની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સુખલાલ અને શૈલેષ વૉન્ટેડ હતા.

ચેતવણી આપ્યા બાદ PI Rathod એ ગોળી મારી

એસએમસી પીઆઈ બી.એચ.રાઠોડ (PI B H Rathod) ત્રણ પોલીસ કર્મચારી હે.કૉ. જગદીશભાઈ, એએસઆઈ તન્મયકુમાર અને હે.કૉ. રણવીરસિંહ સાથે ઉદયપુર ખાતે પહોંચ્યા હતા. Team SMC ને બાતમી મળી હતી કે, સુખલાલ ડાંગી ઉદયપુર પ્રતાપનગર નાકોડાનગર ખાતે એક મકાનમાં રહે છે. પોલીસ ટીમ મકાન પર પહોંચી ત્યારે સુખલાલે પાછલના રસ્તે ભાગવાનો પ્રયાસ કરતા પીઆઈ રાઠોડે બળ વાપરી તેને પકડી લીધો હતો. સુખલાલને તેની જ કારમાં લઈને પોલીસ ટીમ પરત ફરતી હતી તે વખતે તેને હાથકડી લગાવી દીધી હતી. કારની પાછળની સીટ પર બે પોલીસ કર્મચારીની વચ્ચે સુખલાલને બેસાડ્યો હતો અને પીઆઈ ડ્રાઈવર સીટ પર બેસેલા હે.કૉ. જગદીશભાઈની બાજુની સીટમાં બેઠા હતા. કાર શામળાજી ચેક પૉસ્ટ વટાવીને આગળ વધી તે સમયે સુખલાલે કાર ચલાવી રહેલાં જગદીશભાઈના માથામાં હાથકડી ફટકારી હતી. ત્યારબાદ સુખલાલે તેના બંને હાથ આગળ લાવી હાથકડી વડે પોલીસ ડ્રાઈવરને ગળાફાંસો આપવા પ્રયાસ કર્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટરની ચેતવણી છતાં સુખલાલે હાથકડીનો ફાંસો નહીં હટાવતા આખરે પીઆઈ રાઠોડને પિસ્તોલમાંથી ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જમણા બાવડામાં ગોળી વાગતા બુટલેગર સુખલાલે પકડ છોડી દીધી હતી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular