નવજીવન ન્યૂઝ, અરવલ્લી : રાજસ્થાનની સરહદે આવેલા ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી અન્ય રાજ્યોના બુટલેગરો નીત નવી તરકીબો અપનાવી ગુજરાતમાં સતત વિદેશી દારૂ ઘૂસાડતા રહે છે. બીજી તરફ ગુજરાત પોલીસ અને એજન્સીઓ દારૂના નેટવર્કને તોડવા સતત પ્રયત્નશીલ છે. દારૂના જુદાજુદા કેસોમાં વૉન્ટેડ બે પરપ્રાંતીય બુટલેગરોને અરવલ્લી એલસીબી ટીમ (Aravalli LCB Team) હરિયાણા અને રાજસ્થાનની હૉસ્પિટલમાંથી ઉઠાવી લાવી ધરપકડ કરી છે.
અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા (Manoharsinh Jadeja IPS) એ પ્રોહિબિશનના ગુનામાં વૉન્ટેડ બુટલેગરોને ઝડપી લેવા તાજેતરમાં આદેશ કર્યા છે. જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. અરવલ્લી એલસીબીએ હરિયાણા અને રાજસ્થાન ખાતેથી બે ફરાર બુટલેગરોને ઝડપી પાડ્યા છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન અને વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો રાહુલ ઉર્ફે શાહુન ફારૂન મેવ (રહે. ભાજલકા,જિ.નૂહ,હરિયાણા) નામનો બુટલેગર ઘરે હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે Team LCB બુટલેગરના ગામમાં પહોંચી ગઈ હતી અને આરામ ફરમાવી રહેલાં બુટલેગરને દબોચી લીધો હતો.
બીજા એક કિસ્સામાં મેઘરજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના બે ગુનામાં મેઘરજ પોલીસને હાથતાળી આપતો વૉન્ટેડ બુટલેગર દિપક લલિત જોષી (રહે. બસ્સી,રાજસ્થાન) ઉદયપુર ગીતાંજલિ હૉસ્પિટલમાં આવવાનો હોવાની એલસીબી ટીમને બાતમી મળી હતી. જે બાતમીના આધારે એલસીબી ટીમે હૉસ્પિટલ તેમજ આસપાસમાં વૉચ ગોઠવી દઈ લલિતને ઝડપી લીધો હતો.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








