Wednesday, April 22, 2026
HomeWoWકરોડોની સંપત્તિની માલિક છે તેલુગૂ ફિલ્મની આ અભિનેત્રીઓ, અનુષ્કા-સામંથા અને નયનતારામાં કોણ...

કરોડોની સંપત્તિની માલિક છે તેલુગૂ ફિલ્મની આ અભિનેત્રીઓ, અનુષ્કા-સામંથા અને નયનતારામાં કોણ કેટલું છે અમીર?

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ અત્યારે છેલ્લા ઘણા સમયથી બોલીવુડ કરતાં સાઉથની ફિલ્મ્સનો દબદબો છે. જોકે હિન્દી ફિલ્મના કલાકારોની કમાણી અઢળક છે પરંતુ તેની સામે હવે સાઉથના કલાકારોની વધતી લોકપ્રિયતા પણ એટલી જ ઉડીને આંખે વળગનારી છે. છેલ્લા કેટલાક સમયથી તો સિનેમાઘરોમાં પણ સાઉથ ઈન્ડસ્ટ્રીઝની ફિલ્મ્સ તાબડતોડ કમાણી કરી રહી છે. દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ, ખાસ કરીને તમિલ અને તેલુગુના કલાકારોએ છેલ્લા ઘણા સમયથી ઘણી ખ્યાતિ મેળવી છે. આ કલાકારોમાં તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે. આ અભિનેત્રીઓ આજે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને સ્પર્ધા આપતી જોવા મળે છે. તો આવો જાણીએ સાઉથની આ અભિનેત્રીઓમાં કોણ છે આટલું અમીર.

અનુષ્કા શેટ્ટી
ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં ખૂબ જ લોકપ્રિય છે. પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનાર અનુષ્કા શેટ્ટી આજે ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શેટ્ટીની માસિક આવક 1.5 કરોડથી વધુ છે. આ સિવાય તે 4 થી 5 કરોડ રૂપિયા ફિલ્મના લે છે. અભિનેત્રીની નેટવર્થની વાત કરીએ તો અભિનેત્રી 119 કરોડની સંપત્તિની માલિક છે.

- Advertisement -

તમન્ના ભાટિયા
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અન્ય એક ફેમસ એક્ટ્રેસ તમન્ના ભાટિયા માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી લોકપ્રિય છે. તમન્ના ભાટિયા, જે તમિલ તેલુગુ ફિલ્મોની સાથે સાથે બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે, તે નેટવર્થની દ્રષ્ટિએ બીજા નંબરે છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી દર મહિને લગભગ 1.5 કરોડ રૂપિયા કમાય છે. બીજી તરફ અભિનેત્રીની ફીની વાત કરીએ તો તમન્ના એક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા અને એક આઈટમ સોંગ માટે 50 લાખથી વધુ ફી લે છે. અભિનેત્રીની નેટવર્થની વાત કરીએ તો તમન્ના ભાટિયા 111 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.

સામંથા રુથ પ્રભુ
તમિલ અને તેલુગુ ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી સમંથા રુથ પ્રભુ પણ ઈંડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દરેકનું દિલ જીતનાર સામંથા તેની એક ફિલ્મ માટે 3થી 4 કરોડ રૂપિયા લે છે. બીજી તરફ અભિનેત્રીની માસિક આવકની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર અભિનેત્રી એક મહિનામાં 70 લાખથી વધુની કમાણી કરે છે. હાલમાં સામંથાની નેટવર્થની વાત કરીએ તો અભિનેત્રીની પાસે 89 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

કાજલ અગ્રવાલ
સાઉથ અભિનેત્રી કાજલ અગ્રવાલ, જે આ દિવસોમાં તેના માતૃત્વનો આનંદ માણી રહી છે, તેનો પણ ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં સમાવેશ થાય છે. કાજલ અગ્રવાલ, જેની ખૂબ જ ફેન ફોલોઈંગ છે, તે દર મહિને 55 લાખ કમાય છે. રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી એક ફિલ્મ માટે 3 થી 4 કરોડ રૂપિયા લે છે. બીજી તરફ, જો આપણે તેની નેટવર્થ વિશે વાત કરીએ, તો કાજલ અગ્રવાલની કુલ સંપત્તિ 86 કરોડ રૂપિયા છે.

- Advertisement -

નયનતારા
દક્ષિણની અભિનેત્રી નયનતારા, જેણે તાજેતરમાં જ લગ્ન કર્યાં છે, તે તેલુગુ-તમિલ ફિલ્મો દ્વારા દર્શકોનું મનોરંજન કરે છે. પોતાના અભિનય અને સુંદરતા માટે જાણીતી નયનતારા નેટવર્થના મામલામાં પણ અન્ય અભિનેત્રીઓથી ઓછી નથી. અભિનેત્રી દર મહિને એક કરોડથી વધુની કમાણી કરે છે. આ સિવાય જો ફિલ્મોમાં તેની ફીની વાત કરીએ તો તે એક ફિલ્મ માટે 4થી 5 કરોડ જેટલી તગડી રકમ લે છે. અભિનેત્રી હાલમાં લગભગ 74 કરોડ રૂપિયાની નેટવર્થની માલિક છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular