Monday, January 20, 2025
HomeGujaratAhmedabadકચ્છની કુખ્યાત પુનશી આલા ગેંગ પર લાગી ગુજસીટોક, ગુજરાતમાં અસામાજીક તત્ત્વો જેલ...

કચ્છની કુખ્યાત પુનશી આલા ગેંગ પર લાગી ગુજસીટોક, ગુજરાતમાં અસામાજીક તત્ત્વો જેલ ભેગા થતા મચ્યો ખળભળાટ

- Advertisement -

તોફિક ધાંચી (નવજીવન ન્યૂઝ,અમદાવાદ): તાજેતરમાં રાજ્યમાં અસમાજીક તત્વોના જાહેરમાં આંતકના દ્રશ્યો સત્તત સામે આવી રહયા છે જે પોલીસ માટે પણ પડકાર છે. લુખ્ખા તત્વો દ્રારા પોલીસ પર હુમલાની ધટના, સામાન્ય લોકોને મારામારી, ધાક-ધમકી, હત્યા, દારુનો વેપાર, વરલી મટકા, મેચના સટ્ટા ,એમડી ડ્રગ્સનું વેચાણ સહીત અનેક ગેરકાયદે કામો આવી ટોળકીઓ કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર કરી રહ્યા છે. ગુહ મંત્રી હર્ષ સંધવીએ(Harsh Sanghavi) પણ ગુજરાત પોલીસને ગુનેગારો જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવવાની પોલીસને શિખ આપી છે. ગુજરાત પોલીસની કામગીરીને લઈ પ્રકારે માધ્યમોમાં માછલા ધોવાઈ રહ્યા છે તે જોતા હવે ગુનેગારોને પાસા, રાજ્ય સરકારનો ગુજસીટોક કાયદાનો (GUJCTOC Law) ઉપયોગ કરી તેમને જેલ ભેગા કરવાની શરુઆત કરી થઈ ચુકી છે. એવામાં પશ્ચિમ કચ્છ પોલીસે (Kutch Police) પણ પ્રથમ વખત જીલ્લામાં માથાભારે ગઢવી ગેંગ પર ગુજસીટોકની કાર્યવાહી કરતા અસમાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ( G.C.T.O.C)કાયદો વર્ષ 2015માં ગુજરાત વિધાનસભામાં બન્યો હતો. આ કાયદા મુજબ ગુજરાતમાં જે કોઈ અસામાજીક તત્વો એકથી વઘારે લોકોની ટોળકી(ગેંગ) બનાવી સત્તત ગુનો આચરતા હોય તેમના વિરુધ્ધ ગુજરાત પોલીસ આ કાયદો લગાવી તેમને લાંબા સમય માટે જેલ ભેગા કરતી હોય છે. ભુતકાળમાં પોલીસ ગુજરાતમાં અનેક ગેંગો પર ગુજસીટોક લગાવી ચૂકી છે. તેમાના કેટલાક આરોપીઓ દર મહીને કોર્ટની મુદ્દતો ભરીને સીધા દોર પણ થઈ ગયા છે. એવામાં પશ્ચિમ કચ્છની પોલીસે ગુજસીટોકનો પ્રથમ કેસ માંડવી પોલીસ સ્ટેશનમાં માથાભારે પુનશી આલા ગઢવી તથા તેના સાગરીતો વિરુધ્ધ દાખલ કરી જીલ્લામાં ગુનાહીત ઇતિહાસ ધરાવતા તત્ત્વોને સીધો મેસેજ આપી દિધો છે કે સુધરી જજો નહી તો ખેર નથી.

- Advertisement -

આ મામલે પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે, આરોપી પુનશી આલા ગઢવી અને તેની ગેંગ સામાન્ય માણસો ફટકારવા, સરકારી કર્મી પર હુમલા કરવા, સાર્વજનીક મિલકતને નુકશાન પહોચાડવું, વારંવાર હથિયાર બંધીના જાહેરનામાંના ભંગના ગુનાઓ સહીત અનેક ગેરકાયદે કામોને અંજામ આપતા હતા જેથી પુનશી આલા ગઠવી(ઉ.30), હરી આલા ગઠવી(ઉ.30), શામળા થારુ ગઠવી(ઉ.30), ગોપાલ રામ ગઠવી(ઉ.42)ના વિરુધ્ધમાં માંડવી પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓના વિરુધ્ધમાં પશ્ચિમ કચ્છ-ભુજ અને અન્ય જીલ્લામાં ગુના નોંધાય ચુક્યા છે. આ તત્ત્વો વારંવાર ગુના કરવા ટેવાયેલા હોવાથી તેમને ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓગ્રેંનાઇઝ ક્રાઇમ( G.C.T.O.C)એક્ટ 2015ની કલમ મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરી જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. તેમજ આવનારા સમયમાં જીલ્લામાં રહેલા અસામાજીક તત્વોને સામે આવી કડક કાર્યવાહી થશે તેમ સ્પષ્ટ વાત કરી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular