Monday, January 20, 2025
HomeGujaratAhmedabad10 વર્ષથી કડીની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રજ્જાક ધાંચીની બદલી થતા...

10 વર્ષથી કડીની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રજ્જાક ધાંચીની બદલી થતા વિધાર્થી સહીત ગામની આંખો થઈ ભીની

- Advertisement -

તોફિક ધાંચી (નવજીવન ન્યૂઝ. કડી): ગુજરાતમાં એક તરફ ગુલ્લીબાજ શિક્ષકોને કારણે શિક્ષણ વિભાગ સતત બદનામ થઈ રહ્યો છે, ત્યારે તેનાથી વિપરીત એવા પણ શિક્ષકો સરકારી શાળામાં ફરજ બજાવે છે જે પોતે શાળા અને વિધાર્થીના ભાવીને લઈ સતત કાર્યરત પણ હોય છે. જેમની બદલી થવાથી અનેક ભાવુક દૃશ્યો સામે આવે છે. આવી જ ધટના કડીથી (Kadi) સામે આવી છે. કડીના ઢોરીયા (Dhoriya) શાળામાં 10 વર્ષથી ફરજ બજાવતા પર્યાવરણ પ્રેમી રજ્જાક ધાંચીની થોળ (Thol) બદલી થતા ગ્રામજનો, બાળકોએ ભાવભરી વિદાય આપી તેવા ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા.

- Advertisement -

મળતી માહીતી અનુસાર, કડી તાલુકાના ઢોરીયા ગામમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા આચાર્ય રજ્જાક ધાંચીની બદલી થોળ થતા ગ્રામજનો, શાળાનો સ્ટાફ અને વિધાર્થીઓએ વિદાય સંભારભ યોજ્યો હતો. રજ્જાક ધાંચી પોતે પર્યાવરણ પ્રેમી છે, તે કારણોસર આ પ્રાથમીક શાળામાં તેમણે અનેક વુક્ષોનું વાવેતર કર્યું અને પર્યાવરણ પત્યે ગ્રામજનો અને વિઘાર્થીઓને જાગૃત પણ કર્યા હતા.

મુળ દેત્રોજના અને કડીની ઢોરીયા પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા શાળના કેમ્પસમાં વિધાર્થી વિદાય આપતા ચોંધાર આસુએ રડી પડતાં શિક્ષક પણ રડી પડ્યા હતા અને બાળકોને છાતીએ લગાડી હેત અને વ્હાલ આપતા હતા. જ્યારે સમ્રગ ગ્રામજનોએ પણ તેમને ભેટતા અને રડતા આ દૃશ્યો જોનારા સૌ કોઈ લોકોની આખોમાં આશું આવી ગયા હતા.

આવા દૃશ્યથી એ જરૂર પ્રસ્થાપિત થાય છે કે, આ રાજ્યમાં એવા શિક્ષકો પણ હાજર છે જેઓએ તેમનું સર્વસ્વ શાળાને અને બાળકોના ભાવી સારું બને તે માટે અર્પી દે છે અને તે જ કારણોસર આવા અતુટ સંબધો સ્થપાય અને વિદાય વેળા રડવાના દૃશ્યો સામે આવે છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular