નવજીવન ન્યૂઝ. પંચમહાલ: પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના એક ગામમા ત્રણ વરસના બાળક ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધ કૃત્ય કરનારા આરોપીને ઝડપી પાડ્યો છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલૂકાના એક ગામમા ત્રણ વર્ષના બાળકની નિર્દોષતાનો લાભ ઉઠાવી નજીકના સંબધી દ્વારા સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાનો ચકચારી બનાવ બન્યો છે. બનાવને લઈને બાળકના પિતા દ્વારા આરોપી સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા આરોપી સરફરાજ ખાનની અટકાયત કરી છે. સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો ભોગ બનેલા નિર્દોષ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ આરોપી સામે ગોધરા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












