નવજીવન ન્યૂઝ. મોડાસા : મોડાસા શહેરમાથી બે મહિના અગાઉ મેઘરજનો એક પરણીત યુવક સગીરાનું અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી સગીરાનું અપહરણ થતા ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવક અને તેના મિત્ર સામે ગુન્હો નોંધાતા ટાઉન પોલીસે અપહરણ કરનાર યુવકના મિત્રોને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો જો કે અપહરણ કરનાર યુવક અને સગીરા પકડથી દૂર હતા ત્યારે અપહરણ કરનાર યુવક સગીરા સાથે ઉદેપુરમાં હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ ટીમે ઉદેપુરમાં બે દિવસ પડાવ નાખી સગીરાને ભગાડી જનાર લક્ષ્મણ ખાંટને ભોગ બનનાર સગીરા સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
મેઘરજના ગોરવાડા ગામનો પરણીત અને બે બાળકોનો પિતા લાલા લક્ષ્મણ ખાંટ નામનો યુવક તેની પત્નીને પિયર મૂકી આવ્યા પછી મોડાસા શહેરમાં રહેતી ૧૬ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ ગયો હતો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.
મોડાસા ટાઉન પોલીસે સગીરાનું અપહરણ થતા પીઆઈ એન.જી. ગોહીલ અને ઇન્ચાર્જ પીઆઇ ફાલ્ગુની રાઠોડે તપાસનો ધમધમાટ શરુ કરતા લાલો ખાંટ રાજસ્થાનના ઉદેપુરમાં અપહત્ય સગીરા સાથે કડિયાકામ કરી રહેતો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસે વિવિધ ટીમ સાથે ઉદેપુરમાં શનિવારે રાત્રે પડાવ નાખી શોધખોળ હાથધરી હતી આરોપીના રહેઠાણ સ્થળની માહિતી મળતા તેના ઘર અને રહેઠાણ વિસ્તારમાં રવિવારે વોચ ગોઠવી દીધી હતી લાલો ખાંટ અપહત્ય સગીરા સાથે બજારમાં ગયો હોવાની માહિતી પ્રાપ્ત થતા પોલીસ સતર્ક બની સગીરા સાથે પરત ફરતા લાલા ખાંટને ભોગ બનનાર સગીરા સાથે દબોચી લઇ આરોપીને કોર્ટમાં રજુ કરી સબજેલમાં ધકેલી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












