Sunday, June 28, 2026
HomeGeneralબેન્ક કૌભાંડ: AGB શિપયાર્ડ કંપનીએ વાઇબ્રન્ટ ગુજરાતના MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવ્યું...

બેન્ક કૌભાંડ: AGB શિપયાર્ડ કંપનીએ વાઇબ્રન્ટ ગુજરાતના MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવ્યું – શક્તિસિંહ ગોહિલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: ગુજરાતમાં દેશનું સૌથી મોટું બેન્ક કૌભાંડ સામે આવ્યુ છે. AGB શિપયાર્ડ કંપનીએ કૌભાંડ કરીને SBI સહિતની 28 બેન્કો સાથે છેતરપિંડી કરી છે. આ બાબતે બેન્કોએ 2019માં સીબીઆઇને ફરિયાદ કરી હતી. ત્યારે હવે ત્રણ વર્ષ બાદ કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર બાબતે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

AICC ના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ ભાજપના રાજમાં થયું છે. ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કરવામાં આવ્યા હતા. આ MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. 2003માં જ્યારે MOU થયા ત્યારે જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે ઋષિ અગ્રવાલ દ્વારા સિંગાપોરની સિટીઝનશીપ લેવામાં આવી છે આ MOU થી વિવિધ બેંકોના કરોડો રૂપિયા ડૂબશે તેમછતાં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા અમારી વાતને ધ્યાને લેવામાં નહોતી આવી.

- Advertisement -



જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU થયા ત્યારે ICICI બેંકના કરતા ધરતા પણ વાયબ્રન્ટ ગુજરાતમા આવતા હતા. એસ્સાર અને ABGના માલિક મામા – ભાણિયા છે. જેમણે અનેક બેંકોનું કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું છે. આખરે CBIએ આ કૌભાંડને લઈને ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

શક્તિસિંહે વધુમાં કહ્યું કે જો આ કેસની ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો આ કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓ સામે નહિ આવે..હું ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે, રાજકીય ફાયદાઓ માટે વાયબ્રન્ટના તાયફો બંધ કરો..વાઇબ્રન્ટ ગુજરાતમાં ABGને મેરીટાઈમ યુનિવર્સિટી બનાવવા માટે જમીન આપવામાં આવી હતી જ્યાં હજુ સુધી એક ઇંટ પણ મુકાઈ નથી તે પાછી લેવામાં આવે અને જમીન આપનારાઓ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -

https://www.youtube.com/watch?v=SWgsIJLyEYM





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular