નવજીવન ન્યૂઝ. કંડલા: ગુજરાતમાં એક બાદ એક અકસ્માતો (Accident) થઈ રહ્યા છે. ક્યાંક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થાય છે, તો ક્યાંક આગની ભીષણ ઘટનાઓ બને છે તો ક્યાંક ક્રેન તૂટી પાડવાની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના કંડલા પોર્ટ પર સામે આવી છે.
મળતી માહિતી મુજબ, કંડલા પોર્ટ (Kandla Port) પર જેટી નંબર 6 પાસે ઓપરેશન સમયે ક્રેન તૂટી (Crane Accident) પડવાની ઘટના બની છે. ઓપરેશન સમયે ક્રેનનો લિફ્ટીંગ બેલ્ટ તૂટી જતાં આ ઘટના બની છે. આ ઘટનાના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થઈ રહ્યા છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કંડલા પોર્ટ પર ઓપરેશન સમયે ક્રેનનો લિફ્ટીંગ બેલ્ટ તૂટી જવાથી ક્રેન નીચેની તરફ ધસી આવે છે. સમગ્ર ઘટણા વિડીયોમાં કેદ થઈ છે. રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
વિડિયોમાં દેખાય છે તેમ આ દુર્ઘટના સમતે ક્રેનનો ડ્રાઈવર પણ ક્રેનની સાથે જ જમીન પર પટકાય છે, પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે અને હાલ આ દુર્ઘટનામાં કોઈ જનહાની ન થઈ હોવાનું સામે આવ્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








