નવજીવન.અમદાવાદઃ અમદાવાદમાં સોમવારે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ઉપપ્રમુખ વાસુદેવભાઈ લવજીભાઈ પટેલનું નિધન થયું હતું. વાસુદેવભાઈનું નિધન થતા પાટીદાર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 20 દિવસ અગાઉ તેમણે કોરોનાથી સંક્રમિત થયા હતા અને કોરોનાના કારણે ઇન્ટરનલ ઓર્ગન ડેમેજ થવાને કારણે ગઈકાલે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના સમાચાર બહાર આવતો જ મોટી સંખ્યામાં રાજકીય તેમજ સામાજીક અગ્રણીઓ તામના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે ઉમટી આવ્યા હતા.
20 દિવસ પહેલા કોરોના થયા બાદ પાંચ દિવસ પહેલા જ તેમણે કોરોનાથી સ્વસ્થ થયા હતા, પરંતુ કોરોનાના કોરણે તેમના ઈન્ટરનલ ઓર્ગન ડેમેજ થઈ ગયા હતા. જેની સારવાર દરમિયાન સોમવારે તેમનું અવસાન થયું હતું. તે વર્ષોથી સમાજસેવાનું કામ કરી રહ્યા હતા. મુખ્યત્વે બાળકોના શિક્ષણ પર તેમણે ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેઓ કડીમાં સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હતા. આ સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં તેમણે વાસુદાદાના હુલામણા નામથી જાણીતા હતા.
મુળ વિરમગામના વતની વાસુદેવ પટેલે અમદાવાદમાં જ પોતાની કારકીર્દીનો મોટા ભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. તેમણે બિલ્ડર વ્યવસાય સાથે પણ જોડાયેલા હતા. આ ઉપરાંત તેમણે પાટીદાર અનામત આંદોલન વખતે સરકાર અને પાટીદારો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.
એક મહિના પહેલા જ તેમને ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમજ અમદાવાદમાં સોલા વિસ્તારમાં ઉમિયાધામના નિર્માણ માટે પણ તેમણે ખુબ મહેનત કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












