નવજીવન. અરવલ્લીઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર પહોંચી રહી હોય તેમ દિન-પ્રતિદિન નવા પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય નાગરિકોની સાથે-સાથે કોરોના હવે નેતાઓ અને મંત્રીઓને પણ ઝપેટમાં લઈ રહ્યો હોય તેમ એક પછી એક મંત્રીઓ અને ધારાસભ્યો સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા-મેઘરજના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારા કોરોના સંક્રમિત થતાં હોમકોરન્ટાઈન થયા બાદ તબિયત લથડતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલ માં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે હાલ સ્થિતિ સ્થિર હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના ભિલોડાથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોષીયારા અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોવિડ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી અને ગાંધીનગર તેમના ઘરે હોમકોરન્ટાઈન થયા હતા જો કે તેમની તબીયતમાં કોઈ સુધારોના થતાં તેઓને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ૪ દિવસથી ડૉ.અનિલ જોષીયારા સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામનાં આવ્યા છે. તબીબોએ એક સપ્તાહ સુધી તેઓને મેડિકલ ઑબ્ઝર્વેશન હેઠળ રાખવાની સલાહ આપી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












