નવજીવન ન્યૂઝ. વલસાડઃ Vapi BJP Leader Murder : વલસાડમાં (Valsad) વહેલી સવારે પરિવાર સાથે મંદિરના દર્શન કરવા નિકળેલા ભાજપના નેતા (BJP Leader) શૈલેષ પટેલ (Shailesh Patel) પર ધડાધડ ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું હતું. યુપી-બિહાર જેવો માહોલ વલસાડમાં વહેલી સવારે સર્જાતા લોકો ભયના માહોલમાં મુકાયા હતા. ત્યારે દિનદહાડે ગુજરાતમાં અને કેન્દ્રમાં સત્તાપક્ષ ભાજપના નેતાની હત્યા થઈ જતી હોય, તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કેવી હશે તેનું અનુમાન લગાવી શકાય છે.
વલસાડ જિલ્લાના વાપી (Vapi) તાલુકાના કોચરવા ગામના વતની અને ભાજપના નેતા શૈલેષ પટેલ આજે સવારે 7 વાગ્યાની આસપાસ શિવ મંદિરે પરિવાર સાથે દર્શન કરવા માટે ગયા હતા. શૈલેષ પટેલ કારમાં બેઠા હતા, જ્યારે તેમના પત્ની મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. આ દરમિયાન શૈલેષ પટેલ કારમાં એકલા હતા, ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા લોકોએ તેમની કાર પર ધડાધડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.
વધુ વાંચો : વાપીમાં ભાજપ નેતાની જાહેરમાં ગોળી મારીને હત્યા, બાઈક પર આવેલા 2 લોકોએ કર્યો ગોળીબાર
શૈલેષ પટેલની પત્ની મંદિરમાંથી દર્શન કરીને પરત ફરતા ગાડી લોહીથી લથપત હતી અને તેમના પતિ શૈલેષ લોહીલુહાણ હાલતમાં કારમાં હતા. પત્નીએ બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો એકત્રીત થઈ ગયા હતા અને શૈલેષ પટેલને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શૈલેષ પટેલને મૃત જાહેર કર્યા હતા. ભાજપના નેતાની દિનદહાડે હત્યા થઈ જતાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શૈલેષ પટેલના પરિવારજનો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અલગ-અલગ ટીમો બનાવીને હત્યારાઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી. શૈલેષ પટેલની હત્યાને લઈને હાલમાં પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો છે. પરિવારે કહ્યું કે, “આ યુપી-બિહાર અને ગુજરાતમાં શું ફર્ક છે? જ્યાં સુધી કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહને નહીં સ્વીકારીએ.”
TAG: Valsad News, Vapi BJP Vice President Shailesh Patel Murder
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








