Friday, July 24, 2026
HomeGeneralવાપીમાં ભાજપ નેતાની જાહેરમાં ગોળી મારીને હત્યા, બાઈક પર આવેલા 2 લોકોએ...

વાપીમાં ભાજપ નેતાની જાહેરમાં ગોળી મારીને હત્યા, બાઈક પર આવેલા 2 લોકોએ કર્યો ગોળીબાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડઃ Vapi BJP President Murder: ગુજરાતમાં છેલ્લા કેટાલાક સમયથી કાયદોનો કોઈ ભય જ ન હોય તે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો વલસાડમાં (Valsad) સામે આવ્યા છે. જ્યાં પરિવાર સાથે દર્શન કરવા આવેલા એક ભાજપના નેતાની (BJP Leader) જાહેરમાં હત્યા કરવામાં આવી છે. જાહેરમાં ભાજપના નેતાની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ભયનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વલસાડ જિલ્લાના વાપીના (Vapi) રાતામાં ભાપજના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિ દ્વારા શૈલેષ પટેલ પર ફાયરિંગ (Firing on Shailesh Patel) કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કર્યા બાદ બંને અજાણ્યા વ્યક્તિ ફરાર થઈ ગયા હતા. જ્યારે ગોળીબારમાં શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ ઢીમ ઢળી ગયું હતું. આ મામલાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

- Advertisement -

શૈલેષ પટેલના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. શૈલેષ પટેલની હત્યા જૂની અંગત અદાવતમાં થઈ હોવાની આશંકા સામે આવી રહી છે. હાલ પોલીસ દ્વારા નાકાબંધી કરીને ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપના નેતાની હત્યા શા માટે કરવામાં આવી હતી તે આરોપી ઝડપાયા પછી જ સામે આવી શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular