નવજીવન ન્યૂઝ. અમરેલી: Rajula Food Poisoning: અમરેલી (Amreli) જિલ્લાના રાજુલાના ડુંગર ગામમાં (dungar village) લગ્ન પ્રસંગ દરમિયાન ફૂંડ પોઈઝનિંગની (Food Poisoning) ઘટના પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. લગ્નના ભોજન સમારંભમા 2500માંથી 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા દર્દીઓને સારવાર માટે રાજુલા, સાવરકુંડલા અને મહુવાની જૂદી-જૂદી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દર્દીઓની સંખ્યા હજું વધી શકે તેવી શક્યતા વ્યકત કરાઈ રહી છે. ફૂડ પોઈઝનિંગની ઘટનાને પગલે આરોગ્ય વિભાગની ટીમને લગ્ન સમારંભ હાજર લોકોના ઘરે-ઘરે સર્વે કરવા આદેશ કરવામાં આવ્યો છે.

અમરેલીના રાજુલા ખાતે આવેલા ડુંગરગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન રાત્રિના સમયે જમણવાર સમયે મહેમાનોએ નોનવેજ બિરયાની અને દુધનો હલવો એક સાથે જમતા ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. ફૂડ પોઈઝનિંગની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લગ્ન પ્રસંગમાં 2500થી વધું લોકો ભોજન સમારંભ માટે આવ્યા હતા, તે દરમિયાન 200થી વધુ લોકો ફૂંડ પોઈઝનિંગનો ભોગ બનતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું અને તાત્કાલિક ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા લોકોને સારવાર માટે એમબ્યુલેન્સ દ્વારા ડુંગરપુરા, સાવરકુંડલા અને મહુવાની જૂદી-જૂદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમજ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા તબીબોને હોસ્પિટલમાં હાજર રહેવા સૂચનો કરવામાં આવ્યા છે. તેમજ જમણવારમાં આવેલા લોકોના ઘરે-ઘરે સર્વે કરી હજુ કોઈ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથધરી છે.
TAG: Amreli News, Rajula News, Rajula Food Poisoning
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








