Sunday, May 24, 2026
HomeGeneralવલસાડ: હાઇવે પર દારૂ ભરેલી કાર પલટી જતાં રાહદારીના હાથમાં જેટલી બોટલ...

વલસાડ: હાઇવે પર દારૂ ભરેલી કાર પલટી જતાં રાહદારીના હાથમાં જેટલી બોટલ આવી લઈને ભાગ્યા, પોલીસના હાથે ખાલી ખોખા આવ્યાની ચર્ચા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ-બરોજ દારૂ વેચાણ અને પીવા અંગેના કેસ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ત્યારે ફરીએકવાર ગુજરાતમાં દારૂબંધીના નિયમોના ધજાગરા ઊડતો કિસ્સો સામે આવ્યો છે. વલસાડમાં દારૂ ભરેલી કાર કોઈક કારણોસર પલટી ખાઈ જતાં લોકોએ ખુલ્લેયામ દારૂની લૂટ ચલાવી હતી. જો કે પોલીસ ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા જ દારૂની બોટલો કારમાંથી ગાયબ થઈ ગઈ હતી. અંતે પોલીસના હાથમાં માત્ર દારૂ-બીયરના ખાલી ખોખા જ આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.



માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના ડુંગરી નેશનલ હાઈવે પર દમણથી સુરત તરફ જઈ રહેલી એક ક્રેટા કાર ઓવરબ્રિજ પાસે કોઈક કારણોસર પલટી ખાઈ ગઈ હતી. આ બનાવ કારમાં સવાર લોકોને સામન્ય ઇજા થઈ હતી. પરંતુ કારમાં દારૂનો જથ્થો હોવાના કારણે કાર ચાલક કાર ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટયા હતા. કારમાં દારૂનો જથ્થો હોવાની ખબર પડતાં જ રાહદારીઓ અને આજુબાજુના વિસ્તારના લોકોએ દારૂની લૂટ ચલાવી હતી. જેના હાથમાં જેટલી બોટલ આવી એટલી બોટલ લઈને ચાલતી પકડી લીધી હતી. આ બનાવનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

આ બનાવની જાણ ડુંગરી પોલીસને થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જોકે ડુંગરી પોલીસ ઘટના સ્થળે પહોંચી એ પહેલા જે લોકો દારૂની બોટલોની લૂંટ ચલાવીને નાસી થઈ ગયા હતા. કારમાં પાંચ પેટીથી પણ વધુ દારૂ હોવાનું ચર્ચાઇ રહ્યું છે ઉપરાંત પોલીસના હાથમાં માત્ર દારૂ અને બીયરના ખાલી ખોખા જ આવ્યા હોવાની ચર્ચા પીએન થઈ રહી છે. ગુજરાતમાં અગાઉ પણ આ પ્રકારની ઘટના પ્રકાશિતમાં આવી છે. ત્યારે અહી સવાલ એ થાય કે ગુજરાતની અંદર દારૂ કેવી રીતે ઘૂસયો હશે, શું ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવતું નહીં હોય કે પછી બુટલેગરો સામે મીઠી નજર રાખવામાં આવી રહી છે.


- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular