Saturday, June 27, 2026
HomeGujaratવડોદરાઃ 'તુમ જેસે લુખ્ખો કે કારન એરિયા બદનામ હોતા હૈ' જુઓ Video...

વડોદરાઃ ‘તુમ જેસે લુખ્ખો કે કારન એરિયા બદનામ હોતા હૈ’ જુઓ Video સીટી પોલીસ સ્ટેશનના PIએ શું કર્યું

- Advertisement -

નવજીવન વડોદરાઃ વડોદરાના સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલમાસ માર્કેટ ખાતે ગત મોડી રાત્રે વાહનને નુકસાન પહોંચાડવા બદલ થયેલી તકરારમાં બે દુકાન સંચાલકો બાખડતાં વિસ્તારમાં ઉત્તેજના છવાઇ હતી. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ આરંભી હતી. પોલીસે ત્રણેય શખ્સો પાસે 100 ઉઠક બેઠક કરાવી હવે પછી એવું નહીં કરીએ તેવી સમજ આપી બોધપાઠ ભણાવ્યો હતો.

શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા ઈકબાલ હુસેન દૂધવાલા વકિલાત કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો ભાણેજ સાબીર ઈલાયચી વાળાને ફ્રેન્ડશીપ કલેક્શન નામની દુકાનવાળા મહમદ ઈકબાલ દરજી વાળા ઝઘડો કરી માર મારી રહ્યો છે. જેથી હું છોડાવવા માટે વચ્ચે આવતા મને પણ લાકડીના ફટકા માર્યા હતા અને મારી પાર્ક કરેલી સ્કૂટીને તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.

- Advertisement -



અત્રે નોંધનીય છે કે, ગઈકાલે ફરિયાદીના વાહનને અજાણી વ્યક્તિએ નુકસાન પહોંચાડ્યું હોય તે અંગે કહેવા જતાં ઘટનાના ઉગ્ર બની હતી. ઘટના ઉગ્ર બનતા બંને જૂથ વચ્ચે મારમારીના દ્રશ્યો સર્જાયા હતા અને એક બીજાને ઇજા પહોંચાડી હતી. જોકે ઘટનાની જાણ સીટી પોલીસને થતા પોલીસ ઇન્સ્પેકટર કીર્તિ લાઠીયા પોતના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. ત્યારે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી પોલીસે તાપસ હાથ ધરી ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -

આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેકટર કીર્તિ લાઠીયાએ ધમાલ કરનાર ત્રણેય શખ્સોને પોલીસ મથકમાં જ 100 ઉઠક બેઠક કરાવી હવે પછી એવું નહીં કરીએ તેમ સમજ આપી બોધપાઠ ભણાવ્યો હતો. જેથી જોઈ શકાય છે કે, પોલીસ સુરક્ષાની સાથે અવળા માર્ગે ચઢેલા લોકેને સાચા માર્ગ અપનાવવા તરફ પણ માર્ગદર્શન આપે છે.



- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular