નવજીવન જામનગરઃ જામનગરમાં થોડા દિવસ અગાઉ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા એક વ્યક્તિ કોવીડ પોઝિટીવ આવ્યા હતા. ત્યાર બાદ આ વ્યક્તિના સંપર્કમાં આવેલા અન્ય બે લોકોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આની સાથે ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. ગુજરાતના ત્રણે કેસ જામનગરમાં જ નોંધાયા છે.
થોડા દિવસ અગાઉ ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનની શંકા વચ્ચે તેમના સેમ્પલ પૂણે સ્થિત લેબમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યુ હતું કે આ વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે. હવે તેમના સંપર્કમાં આવેલા અન્ય બે વ્યક્તિઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સેમ્પલ પણ પૂણે મોકલામાં આવ્યા હતા જેમા બંના લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનુ સામે આવ્યું છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન જામનગરમાં ડેન્ટલ કોલેજમાં રિલાયન્સ ફાઉન્ડાશન દ્વારા કોવીડ હોસ્પીટલ શરુ કરવામાં આવી હતી જ્યાં અત્યારે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોને રાખવામાં આવી રહ્યા છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









