Monday, May 11, 2026
HomeGujaratખાખી પર ખતરો: વડોદરા હાઈવે પર પોલીસ ચોરની ભાગદોડમાં અકસ્માત, 24 કલાકમાં...

ખાખી પર ખતરો: વડોદરા હાઈવે પર પોલીસ ચોરની ભાગદોડમાં અકસ્માત, 24 કલાકમાં બીજી ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં હવે પોલીસનો જરા પણ ડર જ ના રહ્યો હોય તે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજે વડોદરામાં શંકાસ્પદ ટ્રકને રોકવા જતા પોલીસની PCB વાન પર ટ્રક ડ્રાઈવરે ટ્રક ચઢાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે છેલ્લા 24 કલાકમાં આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે ગઈકાલે બોરસદ પાસે ટ્રકને રોકવા જતા ટ્રક ચાલકે પોલીસની ગાડી પર ટ્રક ચઢાવી દેતા ટ્રાફિક પોલીસ જવાનનું મોત નિપજ્યું હતું.

માહિતી અનુસાર,વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનની PCR વાન રાત્રીના સમયે પેટ્રોલીંગ કરી રહી તે દરમિયાન આજે વહેલી સવારે કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે દશરથ ગામ નજીક ફાજલપુર બ્રિજ સાઈડ એક શંકાસ્પદ ટ્રક પસાર થઈ રહી છે. માહિતીના આધારે PCB વાન ઈન્ચાર્જ એ.એસ.આઈ ભિમસિંગ મનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જયેશ ફતાભાઈએ ટ્રક તરફ PCRને દોડાવી તેનો પીછો કરી રહ્યા હતા.

- Advertisement -

ટ્રકની પાછળ પોલીસની ગાડી જોઈને ટ્રક ડ્રાઈવરે સ્પીડ વધારી દીધી હતી. ઉપરાંત પોલીસને ચકમો આપવા માટે વાસદ ટોલનાકા નજીક ડિવાઈડરના કટમાંથી યુ ટર્ન મારી લીધો હતો. ત્યાર બાદ પોલીસે ટ્રકનો ઓવરટેક કરી તેને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હાઈવે પર જાણે કોઈ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. પોલીસ ટ્રકને રોકવા માટે પ્રયત્ન કરી રહી હતી એટલામાં ટ્રકમાં સવાર એક વ્યક્તિએ પોલીસની ગાડીને કચડી નાખવાનો ઇશારો કર્યો હતો. આ ઈશારાને પોલીસે સમજી લેતા PCR વાનને ટ્રક આગળની હટાવી સાઈડમાં કરી લીધી હતી. ટ્રક ડ્રાઈવરે પોલીસ વાનને દબાવવાનો પ્રયાસ કરીને ફુલ સ્પીડમાં પસાર થઈ ગઈ હતી. જો કે ટ્રકે પોલીસની વાનને દબાવવા ડિવાઈડર સાથે જઈને ભટકાઈ હતી. અકસ્માતના કારણે પોલીસવાનનો ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો.



ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતના ઘટનાની જાણ કંટ્રોલ રૂમને કરાતા છાણી પોલીસે ટ્રકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકમાંથી ડ્રાઈવર યુનુસ રમજાની અને મોસીન હસનભાઈ મીઠાને પક્ડી પાડ્યા હતા. જ્યારે સુફિયાન મોડાસાવાલા, સોયેબ શેખ તેમજ એક અજાણ્યો વ્યક્તિ ભાગી ગયા હતા. પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી ચોરીના ટાયરો મળી આવ્યા હતા.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular