Sunday, June 7, 2026
HomeGeneralનારજગી વચ્ચે રઘુ શર્મા આજે ગુજરાત કોંગ્રેસનું રિપોર્ટકાર્ડ હાઈ કમાન્ડને આપશે

નારજગી વચ્ચે રઘુ શર્મા આજે ગુજરાત કોંગ્રેસનું રિપોર્ટકાર્ડ હાઈ કમાન્ડને આપશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતાના સંગઠનને મજબૂત બનાવવામાં લાગી ગયા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સત્તા છે, કોંગ્રેસ તો જાણે ગુજરાતનાં રાજકારણમાંથી ગાયબ જ થઈ છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી ગુજરાત કોંગ્રેસની કામગીરીનો રિપોર્ટ આપવાના છે. ગુજરાતમાં કોંગ્રેસનાં ઘણા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે જેના કારણે રઘુ શર્માની કામગીરી ઉપર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે આજે દિલ્હીમાં હાઈ કમાન્ડ દ્વારા રઘુ શર્મા પાસે તેમની કામગીરીનો રિપોર્ટ માગ્યો છે.



ગુજરાત કોંગ્રેસથી નારાજ હાઈ કમાન્ડ દ્વારા આજે દિલ્હીમાં એક બેઠક બોલાવવાં આવી છે જેમાં ગુજરાત કોંગ્રેસની કમગિરિની સમિક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ વિપક્ષના નેતાને પણ હજાર રખવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ આ બેઠકમાં રણનીતિ ઉપર ચર્ચા થઈ શકે છે.

વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારી રાજીવ સાતવની જગ્યાએ હવે રાજસ્થાનના ડૉ. રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસનાં પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી બન્યા પછી ગુજરાત કોંગ્રેસનાં ઘણા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે જેના કારણે કોંગ્રેસ હાઈ કમાન્ડ તેમનાથી નારાજ છે તેવી પણ કોંગ્રેસ વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular