નવજીવન.રાજકોટ: રાજકોટમાં 2016ના વર્ષ દરમિયાન લોકોને સ્ટોન (પથ્થર) વડે હુમલો કરીને મોતને ઘાટ ઊતરતા કિસ્સાઓ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. રાજકોટમાં એક બાદ એક આ પ્રકારની ઘટના સામે આવતા લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. જેના કારણે રાત્રિના સમયે લોકો ઘરની બહાર પણ નીકળતા ન હતા. ત્યારે બાદ પોલીસે સ્ટોન કીલરને ઝડપી પાડ્યો હતો.
રાજકોટનો ચકચારી સ્ટોન કિલર કેસમાં આરોપી હિતેશ રામાવતને નિર્દોષ છોડવામાં આવ્યો છે. રાજકોટ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં યોગ્ય પુરાવા અને શંકાના આધારે નિર્દોષ છોડવામાં આવ્યો છે. જો કે હજી હિતેશ પર 2 કેસની સુનાવણી બાકી છે. જેથી હાલમાં હિતેશને જેલમાં રાખવામાં આવશે.
ભક્તિનગરમાં 2016માં એક વ્યક્તિની હત્યાના કેસમાં હિતેશ પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાં તેને નિર્દોષ છોડવામાં આવ્યો છે. જો કે હજી બે કેસના ચુકાદા બાકી છે. હિતેશ પર એક વર્ષ દરમિયાન ખૂનના ત્રણ ગુના નોંધાયા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








