Tuesday, August 18, 2026
HomeNationalહત્યા કેસમાં પતિએ અને તેના મિત્રએ જેલ કાપી અને હવે પત્ની જીવિત...

હત્યા કેસમાં પતિએ અને તેના મિત્રએ જેલ કાપી અને હવે પત્ની જીવિત નિકળી: ઉત્તરપ્રદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. આગ્રા: વૃંદાવનની 26 વર્ષીય મહિલા, જેને તેના પતિ અને તેના મિત્ર દ્વારા “હત્યા” કરવામાં આવી હોવાનું માનવામાં આવતું હતું, તે પત્નિ છ વર્ષ પછી રાજસ્થાનના દૌસા જિલ્લામાં તેના બીજા પતિ સાથે રહેતી હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની વિગત એવી છે કે, મહિલાનો પતિ તેની પત્નીની હત્યાના આરોપમાં જેલાવાસ ભોગવી રહ્યો હતો. કાયદાના સકંજામાં રહેલા પતિએ લાંબો સમય સુધી જેલમાં રહ્યા બાદ પત્નીને જીવિત શોધી કાઢી છે. પતિ પર હત્યાનો આરોપ લાગ્યા બાદ, આરતી દેવીના પતિ સોનુ સૈની, જે હવે 32 વર્ષનો છે, તેણે 18 મહિના જેલમાં વિતાવ્યા જ્યારે તેમના મિત્ર ગોપાલ સૈની ઉંમર વર્ષ 30 પણ નવ મહિના જેલમાં રહ્યા છે. બાદમાં હત્યાના આરોપમાંથી બંનેને જામીન પર છૂટકારો મળ્યો હતો. આ બંને, બંને દૌસાના રહેવાસી, સ્થાનિક ભોજનશાળામાં કામ કરતા હતા.

- Advertisement -

એક અંગ્રેજી મિડીયાના અહેવાલ પરથી માહિતી મળી રહી છે કે, આ મામલે મહિલાના પિતા દ્વારા વૃંદાવન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ 13 માર્ચ, 2016ના રોજ તેમની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અને એક મહિલાની અજાણી લાશ મળી હતી જે મહિલાના પિતાએ તેની ગુમ થયેલી પુત્રીનો હોવાનો દાવો કર્યો હતો, બાદમાં બંનેને પોલીસે શંકાના આધારે આરોપ ઘડી જેલ ભેગા કર્યા હતા. પરંતુ હવે આ મહિલા કે જેને મૃત માનવામાં આવતી હતી તે પોતાના બીજા પતિ સાથે રહેતી હોવાની માહિતી સામે આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular