Monday, September 9, 2024
HomeGeneralદારૂ પ્યાસીઓ સુધી પહોંચે તે પહેલા ઉના પોલીસે કરી મોટી કાર્યવાહી

દારૂ પ્યાસીઓ સુધી પહોંચે તે પહેલા ઉના પોલીસે કરી મોટી કાર્યવાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉના: Gir Somnath News: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવી રીતે રોજબરોજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેની ફરિયાદો નોંધાય છે. ગુજરાતનાં બુટલેગરો અવનવા કીમિયા અપનાવીને કોઈને કોઈ રીતે ગુજરાતમાં દારૂ લઈ (Liquor Smuggling) આવતા હોય છે, તેની સામે પોલીસ પણ આવા બુટલેગરોને પકડવા સતત કાર્યરત રહેતી હોય છે. આવો જ એક કિસ્સો ઊનામાં (Una, Gujarat) સામે આવ્યો છે. બુટલેગર (Bootlegger) દારૂનું કટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન જ પોલીસે દરોડો કરીને એક બુટલેગરને ઝડપી પડ્યો હતો, જ્યારે અન્ય બુટલેગરો ભાગી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના પોલીસની ટીમ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કુખ્યાત બુટલેગર રસિક ઝીણા બાંભણીયાએ તેના સાગરિતો સાથે મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે. ઉના ખાતે બુટલેગર રસિક ઝીણા તેના ફાર્મની બાજુમાં આવેલી વાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતારી કટિંગ કરી રહ્યો છે. તે બાતમીના અધારે ઉના પોલીસના સર્વેલન્સ સ્કોર્ડે બાતમીવાળી વાડીમાં મધરાત્રિએ દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસને જોઈ બુટલેગરોમાં નાસભાગ મચી હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 336 જેટલી પેટીઓ પકડી પાડી હતી. જેની કિંમત 15 લાખથી વધુ હોવાનું અનુમાન છે. તેમજ દારૂના કટિંગ માટે ઉપયોગમાં લેવાતા વાહનોના પણ જપ્ત કરી કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

- Advertisement -

પોલીસે દરોડાની કાર્યવાહી દરમિયાન એક બુટલેગરની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બુટલેગરો ત્યાંથી રાત્રિનો લાભ લઈ અંધારામાં ભાગવામાં સફળ રહ્યા હતા. હાલ આ મામલે ઉના પોલીસે ફરાર બુટલેગર દીપક જાદવ, રસિક બાંભણિયા, નિમિત ઉર્ફે એન ટી, રાકેશ ગોહિલ સહિત અજાણ્યા વ્યક્તિઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બુટલેગરોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઈનપુટ: ધર્મેશ જેઠવા

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular