Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadઉમેશ પાલ હત્યા કેસઃ પિતા અતિક અહેમદ કોર્ટમાં હાજર અને દિકરાનું ઝાંસીમાં...

ઉમેશ પાલ હત્યા કેસઃ પિતા અતિક અહેમદ કોર્ટમાં હાજર અને દિકરાનું ઝાંસીમાં થયું એન્કાઉન્ટર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Asad Ahmad encounter in Jhansi :ઉમેશ પાલ હત્યા કેસમાં (Umesh Pal Murder Case) પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. ઉમેશપાલ કેસમાં પ્રયાગરાજ કોર્ટમાં (Prayagraj Court) આજે સુનાવણી હતી. સુનાવણીને ઘ્યાનમાં લઈને અતિક અહેમદને (Atiq Ahmad)પણ અમદાવાદની સાબરમતી જેલમાંથી (Sabarmati Jail Ahmedabad)ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવ્યો છે. એક તરફ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. ત્યારે બીજીબાજુ અતિક અહેમદના પુત્ર અસદનું (Asad Ahmad Encounter) ઉત્તરપ્રદેશ પોલીસે (UP Police) એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે.

ઉમેશ પાલ હત્યા કેસમાં ઉત્તરપ્રદેશની STFએ મોટી કાર્યવાહી કરી છે. માફિયા અતિક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરીને ઠાર કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશની STFએ અતિક અહેમદના પુત્રનું એન્કાઉન્ટર ઝાંસીમાં કર્યું હોવાનું સામે આવ્યું છે. અતિક અહેમદના પુત્ર સાથે શૂટર અહેમદને પુત્ર સાથે શૂટર ગુલામને પણ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે.

- Advertisement -

પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ અસદ અને ગુલામ પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. ત્યારે આજે ઝાંસીમાં ઉત્તરપ્રદેશની STF ટીમ સાથેની અસદ અને ગુલામ સાથે અથડામણ થતાં DSP નવેન્દુ અને DSP નેતૃત્વમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. STFની ટીમે અસદ અને ગુલામ પાસેથી અત્યાધુનિક વિદેશી હથિયારો મળી આવ્યા છે. એક તરફ ઉમેશ પાલ હત્યા કેસમાં માફિયાઓ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને પોલીસ કોર્ટમાં લઈ ગયા છે.

TAG: Asad Ahmad encounter in Jhansi, UP Police Encounter, Atiq Ahmad Son Killed in Encounter in Jhansi

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular