Tuesday, June 30, 2026
HomeGeneral'શું આપણે પુતિનને યુધ્ધ રોકવા કહી શકીએ?' CJIએ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અંગેની...

‘શું આપણે પુતિનને યુધ્ધ રોકવા કહી શકીએ?’ CJIએ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અંગેની એક PILમાં કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેનમાં રશિયન સેના દ્વારા જે લશ્કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના કારણે યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા છે. હવે આ મામલો સુપ્રીમ કોરટમાં પહોંચ્યો છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે, અમને પણ વિદ્યાર્થીઓની હાલત ખરાબ લાગે છે. પરંતુ આપણે શું કરી શકીએ ? શું આપણે રશિયન પ્રમુખ પુતિનને યુદ્ધ બંધ કરવા કહી શકીએ ? કાશ્મીરના એક વરિષ્ઠ વકીલે સીજેઆઈની બેંચ સમક્ષ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી.



તેમણે ઉમેર્યું હતું કે, 213 વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેન-રોમાનિયન બોર્ડર પર ફસાયેલા છે. જેમાં મોટાભાગની યુવતીઓ છે. તેમની પાસે પૈસા પણ ખતમ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, કેન્દ્રને તેમની મદદ કરવા અને તેમને પાછા લાવવા માટે કહેવામાં આવવું જોઈએ. CJIએ કહ્યું કે આમાં આપણે શું કરી શકીએ. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ કંઈ કરી રહ્યા નથી. અમને પણ વિદ્યાર્થીઓની હાલત ખરાબ લાગે છે. પરંતુ આપણે શું કરી શકીએ ? શું આપણે રશિયન પ્રમુખ પુતિનને યુદ્ધ બંધ કરવા કહી શકીએ? સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલ સાથે ફસાયેલા વિદ્યાર્થીઓના મુદ્દા પર વિચાર કરશે. તે જ સમયે, એટર્ની જનરલ કેકે વેણુગોપાલ આ મામલે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. CJI એ મામલાની જાણકારી આપી. CJI એ અરજીકર્તા વિદ્યાર્થીની વિગતો માંગી હતી.

એટર્ની જનરલને તેની વિગતો નોંધવાનું જણાવ્યું હતુ. અરજીકર્તાના વકીલે જણાવ્યું કે અરજદાર યુક્રેનમાં મેડિકલ સ્ટુડન્ટ છે. 250 વિદ્યાર્થીઓ ફસાયા છે. તેમને રોમાનિયા બોર્ડર પરથી બહાર કાઢવામાં આવી રહ્યાં નથી. તેઓ યુક્રેન સરહદ પર છે, તેમને રોમાનિયા જવાની મંજૂરી નથી.



એટર્ની જનરલે કહ્યું કે, પીએમએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી છે. એક મંત્રીને રોમાનિયા મોકલવામાં આવ્યા છે. સરકાર બધું જ કરી રહી છે. CJI એ કહ્યું કે તમારી ઓફિસને કહો કે કંઈક કરો. અરજદારે કહ્યું કે સરકાર હંગેરીથી વિદ્યાર્થીઓને પરત લાવી રહી છે, અને આ વિદ્યાર્થીઓ રોમાનિયામાં ફસાયેલા છે. એટર્ની જનરલે કહ્યું કે ભારત સરકારે કેન્દ્રીય મંત્રીઓને વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે મોકલ્યા છે.

- Advertisement -

રોમાનિયામાં એક કેન્દ્રીય મંત્રી છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્રને રોમાનિયા બોર્ડર પર ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે પગલાં ભરવા કહ્યું. CJI એ AG ને કેટલાક સારા પગલાં લેવા કહ્યું. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ ઓફિસને અરજીની નકલ સાથે સ્પેશિયલ મેસેન્જરને મોકલી હતી.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular