Friday, April 19, 2024
HomeGeneralઅમદાવાદ: અકસ્માતનો ડોળ કરી આંગડિયા પેઢીના કર્મીને લૂંટનાર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

અમદાવાદ: અકસ્માતનો ડોળ કરી આંગડિયા પેઢીના કર્મીને લૂંટનાર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં તાજેતરમાં આંગડિયા પેઢીને નીશાનો બનાવીને લૂંટ કરવામાં આવી હતી. આ લૂંટ કરનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. આંગડિયા પેઢીને લૂંટ કરનાર મૂખ્ય સુત્રધાર અમદાવાદના સરદારનગરનો હોવાનુ સામે આવ્યુ છે. જો કે આ બનાવના ત્રણ આરોપી પોલીસ પકડથી દુર છે.



પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં ગત્ત 24 ફેબ્રુઆરીએ સીટી કોર્નર રેસ્ટોરન્ટ ત્રણ રસ્તા પાસે આંગડિયા પેઢીની કાર સાથે જાણી જોઈને બાઈક અથડાવવાનું નાટક કરીને ઝઘડો કર્યો હતો. તે દરમિયાન આંગડિયા પેઢીના કર્મીની નજર ચુકવીને પાછળની સીટ પર પૈસા ભરેલી બેગ ઉઠાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન આંગડિયા પેઢીના કર્મીની નજર પડી જતા જપાજપી થઈ હતી અને ચોર બેગ લઈને નાસી છૂટયા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આંગડિયા પેઢીના કર્મીને લૂંટ કરનાર અજય ઉર્ફે અજુબા ગાગડેકર (છારા) નાના ચિલોડા રોડ હોટલ જ્યોતી સામે હાજર છે. બાતમીના આઘારે તપાસ કરતા અજુબા મળી આવ્યો હતો. પોલીસ પુછપરછમાં અજુબાએ જણાવ્યુ હતુ કે આ લૂંટ માટે અજય બિરજૂ રહે જલગાંવ, મહારાષ્ટ્ર અને બીજા બે માણસો બાઈક સાથે અમદાવાદ આવ્યા હતા. લૂંટને અંજામ આપવા માટે પહેલા તેની રેકી કરી હતી. ત્યાર બાદ લૂંટને અંજામ આપીને 28 લાખ લૂંટીને નાસી ગયા હતા. 28 લાખમાંથી 14 લાખ અજુબા ગાગડેકરે રાખ્યા હતા અને બાકીના 14 લાખ બાકીના ત્રણ આરોપીને આપ્યા હતા. પોલીસે અજુબા ગાગડેકર જોડેથી 14 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપી સામે અગાઉ 6 ગુના નોંધાયેલા છે અને બે વાર પાસા પણ કાપેલી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular