Thursday, April 23, 2026
HomeGeneralરશિયાએ ઉત્તરી યુક્રેનમાં અનેક હોવિત્ઝર તોપ અને રોકેટ લોન્ચર તૈનાત કર્યા

રશિયાએ ઉત્તરી યુક્રેનમાં અનેક હોવિત્ઝર તોપ અને રોકેટ લોન્ચર તૈનાત કર્યા

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: રશિયા તરફથી સતત બોમ્બ ધડાકાને કારણે યુક્રેન દેશ ખરાબ રીતે તબાહ થઈ રહ્યો છે. સીએનએનમાં પ્રકાશિત થયેલી સેટેલાઇટ તસવીરમાં યુક્રેનમાં તબાહી સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઉત્તરી યુક્રેનના ચેર્નિહિવમાં લગભગ 17 કિલોમીટરના વિસ્તારની સેટેલાઇટ ઇમેજમાં એક ડઝનથી વધુ રશિયન સેલ્ફ-પ્રોપેલ્ડ આર્ટિલરી ગન અને અનેક રોકેટ પ્રક્ષેપણ નજરમાં આવી છે.



યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, અલ્બેનિયા, ફ્રાન્સ, નોર્વે અને આયર્લેન્ડે યુક્રેનમાં બગડતી માનવતાવાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુવારે યુએન સુરક્ષા પરિષદની તાકીદની બેઠક બોલાવવાની વિનંતી કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં એક બ્રિટિશ રાજદ્વારીએ બુધવારે ટ્વિટ કર્યું કે “રશિયા યુદ્ધ અપરાધો કરી રહ્યું છે અને નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે.” “યુક્રેન પર રશિયાનું ગેરકાયદેસર યુદ્ધ આપણા બધા માટે ખતરો છે.”

યુએસ તરફથી યુક્રેનને એક અબજ ડોલરની નવી સુરક્ષા સહાય અને લાંબા અંતરના શસ્ત્રો આપવામાં આવશે. યુએસ પ્રમુખ જો બિડેને બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા કહ્યું કે “આ અમારા સંરક્ષણ વિભાગમાંથી યુક્રેનિયન સૈન્યને ઉપકરણોનું સીધું સ્થાનાંતરણ છે કારણ કે તેઓ આ આક્રમણ સામે ઉભા છે.” યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુએસ સાસંદોને મદદ માટે અપીલ કરી છે. પોતાના વર્ચ્યુઅલ સંબોઘનમાં ઝેલેન્સકીએ તેમના દેશમાં રશિયન હુમલાની સરખામણી પર્લ હાર્બર અને 9/11ના હુમલા સાથે કરી હતી. યુએસ સંસદને સંબોધિત કરતી વખતે ઝેલેન્સકીએ કહ્યું હતું કે યુએસએ રશિયન ધારાશાસ્ત્રીઓ પર પ્રતિબંધો લગાવવા જોઈએ અને રશિયાથી આયાત બંધ કરવી જોઈએ.



યુએનની સર્વોચ્ચ અદાલત ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે બુધવારે રશિયાને યુક્રેન પરના તેના હુમલાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે કોર્ટ યુક્રેનમાં રશિયાના બળના ઉપયોગ વિશે “ઊંડી ચિંતિત” છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતના જજ જસ્ટિસ દલવીર ભંડારીએ પણ રશિયા વિરુદ્ધ પોતાનો મત આપ્યો છે.

- Advertisement -

રશિયાના સંરક્ષણ મંત્રાલયે યુક્રેનના સૈન્ય મથકો પર હવાઈ હુમલાનો વીડિયો જાહેર કર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે ટ્વિટર પર આ વીડિયો જાહેર કર્યો છે. આમાં એરક્રાફ્ટ જેવી મિસાઇલો યુક્રેનિયન ટાર્ગેટ તરફ જતી જોવા મળે છે. યુક્રેનને ચીનની મદદના સમાચાર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ગૃહ, વ્હાઇટ હાઉસ તરફથી નિવેદન આવ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ મંગળવારે જણાવ્યું હતું કે “અમે નજીકથી નજર રાખી રહ્યા છીએ.” દુનિયા પણ આના પર નજીકથી નજર રાખી રહી છે. અમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર આ અંગે સ્પષ્ટ છે. જો તેઓ અમારા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરશે, તો તેના પરિણામો આવશે.






- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular