Saturday, August 15, 2026
HomeNationalમોદીજી કહે છે આ યુદ્ધનો સમય નથી, આપણી હાલત પણ ગાઝા જેવી...

મોદીજી કહે છે આ યુદ્ધનો સમય નથી, આપણી હાલત પણ ગાઝા જેવી થઈ જશે: ફારૂક અબ્દુલ્લા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જમ્મુ-કાશ્મીર: ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલાક મુદ્દાઓ એવા છે જે આજે પણ વણઉકેલ્યા છે. જેમ કે POK (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર) ભારત અને પાકિસ્તાન વચ્ચે સળગતો મુદ્દો છે. બંને દેશો POK પર પોતાનો દાવો કરે છે. જમ્મુ કાશ્મીર ભારતનો એવો વિસ્તાર છે, જ્યાં રોજ આતંકી હુમલાઓની ઘટનાઓ સામે આવે છે. હુમલામાં સેનાના અનેક જવાનો શહીદ થાય છે. ગયા અઠવાડિયે જ રજૌરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલામાં ચાર જવાનોએ શહીદી વહોરી છે, ત્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ (Farooq Abdullah) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પાકિસ્તાન સાથે વાતચીત (India-Pakistan dialogue) કરવાની અને સમસ્યાઓનો ઉકેલ લાવવાની સલાહ આપવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા અઠવાડિયે પૂંછના રાજૌરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલામાં ચાર જવાનો શહીદ થયા હતા. આતંકી હુમલામાં સેનાના જવાનો શહીદ થવાની આ વાત નવી નથી. જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાઓ વચ્ચે જમ્મુ કશ્મીર નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબુલ્લાએ દેશની પરિસ્થિતી અને અભિગમ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ANI સાથે વાત કરતાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, મિત્રોને આપણે બદલી શકીએ પણ પડોશીને નહીં. તેમણે અટલ બિહારી વાજપેયીએ કહેલી વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જો આપણે પડોશી સાથે મૈત્રીપૂર્ણ સબંધો જાળવીશું તો બંને દેશો વિકાસ વિકાસ કરી શકશે. પણ પાડોશી દેશ સાથે દુશ્મનાવટ રાખવાથી ઘણી સમસ્યાઓ ઊભી થશે. વધુમાં ફારૂક અબ્દુલ્લાએ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિષે વાત કરતાં કહ્યું કે, આજે જે પરિસ્થિતી ગાઝાની થઈ રહી છે તેવી જ આપણી પણ થઈ જશે.

- Advertisement -

આ બાબતે વાત કરતાં ફારૂક અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કરતાં કહ્યું કે, મોદીજી કહે છે હવે આ સમય યુદ્ધ કરવાનો નથી. વાતચીતથી જ સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે. પણ ક્યાં છે તે વાતચીત જેની મોદીજી વાત કરે છે. ઈમરાન ખાનને છોડો પણ નવાઝ શરીફ નેતૃત્વ કરવાના છે અને બૂમો પાડીને કહે છે આપણે સમસ્યા અંગે વાત કરીએ. પણ આપણે વાત કરવા માટે કેમ તૈયાર નથી? ક્યાં છે તે વાતચીત? જો આ જ પ્રકારની પરિસ્થિતી રહી તો અલ્લાહ જ જાણે આપણા હાલ કેવા થશે?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular