નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરના કંટેન્ટને લઈને ભારત સરકારના કેટલાક આદેશોને પાછા લેવાની માગ કરવામાં આવી છે. મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ એક ન્યૂઝ ચેનલને જાણકારી આપતાં કહ્યું કે કંપનીએ તેને અધિકારીઓની તરફથી સત્તાનો દુરુપયોગ બતાવવા તેને કાયદાકીય રીતે પડકાર્યા છે. રોયટર્સના અહેવાલ મુજબ અમેરિકી સોશિયલ મીડિયા કંપની મામલાની ન્યાયીક સમીક્ષાનો આ પ્રયત્ન નવી દિલ્હી સાથે કન્ટેન્ટ રેગ્યૂલેશનને લઈને ચાલી રહેલી ટક્કરનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના આઈટી વિભાગે કેટલાક આદેશોનું પાલન ન કરીને સ્થિતિમાં ટ્વિટરને ગુનાહિત કાર્યવાહીની ચેતવણી આપી છે.
ટ્વિટરને ભારતીય સત્તાધિશો દ્વારા છેલ્લા એક વર્ષમાં સ્વતંત્ર શીખ રાજ્યને સમર્થન આપતા એકાઉન્ટ્સ અને COVID-19 રોગચાળાને નિયંત્રિત કરવા માટે સરકારની ટીકા કરતી ડઝનેક ટ્વીટ્સ પર પગલાં લેવા કહેવામાં આવ્યું છે. ટ્વિટરના આ કાયદાકીય પગલા અંગે ભારતના IT મંત્રાલય તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.