Friday, May 1, 2026
HomeGeneralમમતા બેનર્જીની સુરક્ષામાં ચૂક થતાં નવો નિયમ લગાવ્યો, ફરજ પરના પોલીસકર્મીઓ ફોનનો...

મમતા બેનર્જીની સુરક્ષામાં ચૂક થતાં નવો નિયમ લગાવ્યો, ફરજ પરના પોલીસકર્મીઓ ફોનનો ઉપયોગ કરી નહીં શકે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કોલકાતા: પશ્ચિમ બંગાળ સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યના સચિવાલય ‘નબન્ના’ માં તૈનાત પોલીસકર્મીઓને ફરજ પર હોય ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એક ટોચના અધિકારીએ મંગળવારે આ માહિતી આપી. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની હાજરી હોવા છતાં એક અજાણી વ્યક્તિ તેમના નિવાસસ્થાનમાં ઘૂસવામાં સફળ થયા પછી મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની સુરક્ષા કડક કરવાના પગલાંના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અધિકારીના જણાવ્યા અનુસાર, “એવું જોવામાં આવ્યું છે કે ફરજ પરના પોલીસકર્મીઓ મોટાભાગે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વ્યસ્ત હોય છે, જે તેમના કામમાં અવરોધ ઉભો કરે છે.” જેના કારણે ફરજ પર હોય ત્યારે સુરક્ષા અધિકારીઓના મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. પોલીસકર્મીઓએ ‘નબાન્ન’માં તેમની ફરજ શરૂ કરતા પહેલા તેમના મોબાઇલ ફોન જમા કરાવવાના રહેશે અને શિફ્ટ સમાપ્ત થયા બાદ તેઓના મોબાઈલ પાછા લઈ જઈ શકશે.

- Advertisement -

આ નિર્ણય અન્ય સરકારી કચેરીઓમાં પણ લાગુ કરી શકાશે. તેમણે કહ્યું કે નબન્ના ખાતે સુરક્ષાને વધુ કડક બનાવવા માટેનું આ પગલું છે અને દરેક શિફ્ટમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે. પહેલા એક શિફ્ટમાં 70 પોલીસકર્મીઓ હતા, પરંતુ હવેથી 18 વધારાના પોલીસકર્મીઓ રહેશે. વહીવટીતંત્રે આ વિસ્તારમાં સુરક્ષાને વધુ કડક બનાવવા માટે બેનર્જીના નિવાસસ્થાન નજીક વધારાના બંકરો, પોલીસ પિકેટ અને એક નવું વૉચ ટાવર ઊભું કરવાનો પણ નિર્ણય લીધો છે. રવિવાર રાત્રે એક વ્યક્તિ લગભગ 1.20 વાગ્યે બેનર્જીના નિવાસસ્થાનમાં પ્રવેશ્યો હતો અને લગભગ 8 વાગ્યે સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેને જોયો ત્યાં સુધી તે અંદર રહ્યો હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular