નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અલગ-અલગ જીલ્લાઓમાં દારૂ પીને ધમાલ મચાવી લોકોને હેરાન પરેશાન કરી મુકતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. એક યુવાને દારૂ પીધા બાદ પાણીની ટાંકી પર ચડી ગયો હતો. જો કે યુવકને ઉતારવા માટે પોલીસ અને ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી.
અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પર આજે સવારે એક યુવાન દારૂના નશામાં ચડી ગયો હતો. યુવાને જોઈને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. યુવક પાણી ટાંકી પર વારંવાર ચઢઉતર કરતા નીચે ઉભેલા લોકો તેને બૂમો પાડીને સમજાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમ છતાં યુવક તેની મોજમાં ધમાલ મચાવીને નીચે ઉતરી રહ્યો ન હતો.
#Ahmedabad નો યુવાનને દારૂ ઢીંચ્યા બાદ સોલે ફિલ્મની જેમ પાણીની ટાંકી પર ચઢ્યો, #ViralVideo #Dharmendra #Sholefilm #AhmedabadPolice #firebrigade pic.twitter.com/TQjbQfkLhu
— Urvish patel (@reporterurvish) July 5, 2022
યુવક પાણીની ટાંકી પર ચઢી ગયો હોવાની જાણ ફાયર વિભાગને કરતા ફાયરબ્રિગેડ અને પોલીસકર્મી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ફાયરનાકર્મીઓએ યુવાનને નીચે ઉતારવા માટે હાઈડ્રોલિક પ્લેટફોર્મ મગાવીને યુવકને નીચે ઉતાર્યો હતો. ફાયરના જવાનોએ 20 મિનિટની ભારે જહેમત બાદ યુવકને નીચે ઉતારવામાં સફળતા મળી હતી. ફાયરના જવાનોએ યુવકને નીચે ઉતાર્યા બાદ પોલીસને સોંપયો હતો. યુવક દારૂ પીધેલો હોવાથી પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરીને અટકાયત કરી હતી.








