નવજીવન ન્યૂઝ. ઉના: ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં થીજવતી ઠંડીમાં તસ્કર ટોળકીઓ સક્રિય થઈ હોય તેવી સ્થિતી જણાય છે. ચોર ટોળકી ખાખીને પડકાર ફેંકતી હોય તેમ પાતાપુર ગામમાં મંદિર તેમજ ૮ જેટલા ઘરોમાં ચોરી કરી ચૂકી છે. ચોર ટોળકી ઘર કે મંદિરને નિશાન બનાવી રોકડ રકમ, દવા, કપડા તેમજ લેમ્પ સહિતના માલસામાનની ચોરી કરી ફરાર થઈ રહી છે. જેના કારણે પોલીસના પેટ્રોલિંગ પર સવાલ પેદા થવા લાગ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉનાના પાતાપુર ગામે રહેતા શૈલેષભાઈ રામજીભાઈ વઘાસિયા, ખોડુભાઈ વિઠાભાઈ કથીરિયા, જેન્તીભાઈ મધુભાઈ વઘાસિયા, ધીરુભાઈ ઠાકરશીભાઈ વઘાસિયા, બાલચંદભાઈ જીવરાજભાઈ વઘાસિયાના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. સાથે જ ગામના સ્વામી નારાયણ મંદિરની દાન પેટીને પણ ચોર ટોળકીએ નિશાન બનાવી હતી. ઉપરાંત પાંચુભાઈ લાખાભાઇ ભાલિયાના ઘરમાં પરિવાર સૂતો હતો ત્યારે ચોર હાથ ફેરો કરી ગયા છે.
મહત્વની વાત છે કે, પાતાપુર ગામમાં એક માસમાં કુલ ૮ જેટલા સ્થળોએ નાના મોટી ચોરી થયાની ઘટના સામે આવી છે. ત્યારે ગ્રામજનો દ્વારા ઉના પોલીસને લેખિત રજૂઆત કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી પ્રબળ લોક માગણી ઉઠી છે.
(માહિતી: ધર્મેશ જેઠવા, ઉના)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








