નવજીવન ન્યૂઝ. ઉના: ઉના (Una)માં પિતાએ બાઈકના સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા પિતા-પુત્ર રોડ પર પટકાયા હતા. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ થયું હતું.
ઉનાના એલમપુર ગામે રહેતા પિતા-પુત્ર બંને બાઇક પર જઈ હતા ત્યારે ભેભા-ડમાસા રોડ પર અચાનક પથ્થરના ખાંભા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને પિતા-પુત્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ઉના હોસ્પીટલ અને બાદમાં ત્યાંથી તેમને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન પિતા-પુત્રનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, ભાણજીભાઇ જાદવભાઇ મકવાણા તેમજ પુત્ર રોહીત ભાણજીભાઇ જાદવ મકવાણા (ઉ.વ. 6) બંને પિતા-પુત્ર બાઇક પર જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક બાઇકના સ્ટેરીંગ પર કાબૂ ગુમાવી દેતા રસ્તાની સાઇડમાં આવેલા પથ્થરના ખાંભામાં તેઓ અથડાયા હતા. ગંભીર અકસ્તમાતમાં બંને પિતા-પુત્રને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાતલમાં રસ્તા પર ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ રસ્તે પસાર થતા વાહન ચાલકોને થતા તેમણે તાત્કાલીક બંનેને સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને બાદમાં ત્યાંથી અમદાવાદમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
મૃતક પિતા ભાણજીભાઈના અને તેમના પુત્ર રોહિતનું મૃત્યુ થતા એલમપુર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પિતા અને તેમનો એકનો એક દિકરો મૃત્યુ પામતા ત્રણ બહેનોએ પિતા અને ભાઈ ગુમાવતા પરિવારમાં ભારે રૂદન સાથે શોક પ્રસરી ગયો છે.
(માહિતી: ધર્મેશ જેઠવા, ઉના)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








