Friday, June 5, 2026
HomeBusinessરૂપિયો ૮૧.૭૫ કે ૮૧.૫૦ના રેશિસટન્સને લક્ષ્યાંક બનાવે તો નવાઈ નહીં ગણાય

રૂપિયો ૮૧.૭૫ કે ૮૧.૫૦ના રેશિસટન્સને લક્ષ્યાંક બનાવે તો નવાઈ નહીં ગણાય

- Advertisement -

સ્થિરગતિએ ભારતમાં આવી રહેલું વિદેશી હૂંડિયામણ રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સહાયક બન્યું

જાગતિક બજારમાં સર્વમાન્ય બનાવવા માટે રૂપિયાને સ્થિર રાખવો અમારી પ્રાથમિકતા: રિઝર્વ બેંક

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): કરન્સી બજારમાં રૂપિયામાં (Rupee) બિનજરૂરી અફડાતફડી ટાળવા અમે બજારમાં મધ્યસ્થી કરવાનું જરૂરી માનીએ છીએ, એવી સ્પષ્ટતા રિઝર્વ બેન્કે કરી છે. રૂપિયાને સ્થિર રાખવા આ વર્ષે રિઝર્વ બેન્કે (Reserve Bank) ભારતમાં આવતું તમામ વિદેશી હૂંડિયામણ સ્વીકારી લીધું હોવાથી, વિદેશી હૂંડિયામણ અનામતમાં ૩૨ અબજ ડોલરનો ઉમેરો થયો છે. એટલુંજ નહીં વર્તમાન વર્ષના પ્રથમ ૪ મહિનામાં ડોલર (Dollar) ફોરવર્ડ બુકમાં પણ ૧૦ અબજ ડોલરની વૃધ્ધિ થઈ છે. ભારતીય કરન્સીને જાગતિક બજારમાં સર્વમાન્ય બનાવવા માટે રૂપિયાને સ્થિર રાખવો અમારી પ્રાથમિકતા છે. અમેરિકન ડોલર સામે બુધવારે સતત ત્રીજા દિવસે વધુ મજબૂત થઈ ઇન્ટ્રાડેમાં રૂ. ૮૧.૯૬ બોલાયો હતો. ગુરુવારે સુધારીને ૮૨.૦૯ કવોટ થયો હતો.

જૂનમાં વર્ષાનું વર્ષ જૂનમાં ફુગાવા વૃધ્ધિ દર, શાકભાજીના ભાવ વધારાને કારણે ૪.૮૧ ટકા રહ્યો હતો, જે મે મહિનામાં ૪.૨૫ ટકા હતો. અમેરીકન ડોલરમાં જોવાઈ રહેલી નબળાઈ અને સ્થિરગતિએ ભારતમાં આવી રહેલું વિદેશી હૂંડિયામણ રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સહાયક બન્યું છે. અલબત્ત, ક્રૂડ ઓઇલનો ભાવ વધારો પણ રૂપિયા માટે માથાનો દુ:ખાવો છે, જો ક્રૂડના ભાવ વેગથી વધશે તો, રૂપિયાની મજબૂતાઈ મર્યાદિત થઈ જશે. ૬ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ ૦.૯૬ ટકા ઘટીને બુધવારે ૧૦૦.૪૬, બે મહિનાના તળિયે મુકાયો હતો.

- Advertisement -

આ વર્ષે આખી દુનિયાની કારન્સીમાં વધઘટ સંકડાઈ ગઈ છે, ભારતમાં પણ આ જ સ્થિતિ હોવાથી સિંગાપુરથી લઈને લંડન સુધીના ટ્રેડરો પૂછી રહ્યા છે કે સેન્ટ્રલ બેન્ક કરન્સી પરની તેની નાગચૂડ ક્યારે ઢીલી કરશે? એમ એન્ડ એ એશિયા પેસિફિકના ફિક્સ્ડ ઇન્કમ હેડ ગુયાન યિ લો કહે છે કે ભારતની વિદેશી હૂંડિયામણ અનામત ફરીથી પુરાંત દાખવતી થઈ ગઈ છે. ભારતે તેની સપ્લાય ચેઇનનું વૈશ્વિક ધોરણે પુન:ગઠન કરતાં લાભદાયક ઠરી છે. તેઓ કહે છે કે આગામી વર્ષોમાં અમે ભારતનો વિકાસદર વૃધ્ધિ તરફી જોઈ રહ્યા છીએ, તેથી રૂપિયાના મૂલ્ય બાબતે પણ હકારાત્મક છીએ.

નબળા અમેરિકન આર્થિક આંકડાઓએ ડોલરને નબળો પાડી દીધો છે, જે નાણાનીતિને ટાઈટ કરવા માટેનું હથિયાર બની શકે છે, એ જોતાં રૂપિયો બધુ મજબૂતી ધારણ કરી શકે છે. પણ જો યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓના નિવેદનો જોઈએ તો, તેઓ વ્યાજદર વધારાનો અંત લાવવાની દિશામાં વિચારી રહ્યા છે. દરમિયાન, કરન્સી ટ્રેડરોનું ધ્યાન, અમેરિકાના ફુગાવા આંકડા તરફ કેન્દ્રિત થશે, જ્યાંથી રૂપિયાની મજબૂત રૂ. ૮૨ની નીચેની ચાલ વધુ પારદર્શક બનશે. હવે પછી રૂપિયો ૮૧.૭૫ કે ૮૧.૫૦ના રેશિસટન્સને લક્ષ્યાંક બનાવે તો નવાઈ નહીં ગણાય.

હજુ પણ ઘટી ગયેલી ઉથલપાથલને વધુ પડતી માનવામાં નથી આવતી. ઐતિહાસિક રીતે જોવા જઇ તો રૂપિયાના મૂલ્યમાં આવી સ્થિરતા લાંબાગાળે કારન્સીનું અવમૂલ્યન તરફ વેગથી આગળ વધતું હોય છે. મૂલ્યદરમાં વધઘટ સંકડાઈ જાય તેવા સંજોગોમાં કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા હેજિંગની પ્રવૃતિ તળિયે બેસી જતી હોય છે, એ સ્થિતિમાં જો રૂપિયો વધુ પડતો નબળો પાડવા લાગે તો કારન્સીમાં બિનજરૂરી લેવેચ થવા લાગે છે. વળી વિદેશી રોકાણકારો મૂલ્યની વધઘટને આધારે પોતાની પોઝિશન એડજસ્ટ કરવા લાગે છે, અને તેઓ પોતાની પાસે વધુ પડતાં રૂપિયા જમા રાખવા લાગે છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular