Thursday, April 30, 2026
HomeGujaratહથિયારની જરૂર ડરપોક માણસને હોય છે

હથિયારની જરૂર ડરપોક માણસને હોય છે

- Advertisement -

1998-1999ની વાત છે, હું અમદાવાદના એક બહુ મોટા અખબારમાં ક્રાઈમ રીપોર્ટર તરીકે ફરજ બજાવતો હતો, મોટુ અખબાર અને તેમા પણ ક્રાઈમ રીપોર્ટર એટલે મનમાં નાહકની ફાંકા ફોજદારી ઘર કરી ગઈ હતી, એક દિવસ વિચાર આવ્યો આપણી પાસે પણ રીવોલ્વર હોવી જોઈએ. કારણ એવુ હતું કે મારા રીપોર્ટીંગને કારણે અનેક લોકો નારાજ હતા, અને મને સરકાર દ્વારા બે વખત પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યુ હતું, તમારી સાથે જો તમારી સુરક્ષા માટે સરકારી ગાર્ડ હોય તો મનમાં એક એવો ભ્રમ રહે છે કે તમે સલામત છો, હુંવ પણ તેવા ભ્રમમાં લાંબો સમય જીવ્યો હતો, એક વખત મને પોલીસ રક્ષણ મળ્યુ ત્યારે મારી માતાએ મને પુછયુ મૃત્યુનો ડર લાગે છે, મેં કહ્યુ આ કેવો પ્રશ્ન ? મૃત્યુનો ડર તો લાગે જને.. તેણેે મને કહ્યુ જયારે પણ તને ડર લાગે એટલે સમજવુ તારા મૃત્યુની શરૂઆત થઈ, એટલે હમણાં તુ મૃત્યુના ડરમાં રોજ મરી રહ્યો છે., રોજ મરવા કરતા એક વખત તને કોઈ મારી નાખે તે વધારે સારૂ છે, મને આધાત લાગ્યો, કારણ મારી માતાને મારુ ડરપોકપણુ પસંદ ન્હોતુ, એટલે મેં પોલીસ રક્ષણ હટાવી લીધુ પણ પછી દિવસો સુધી પોલીસની ગેરહાજરી મને ડરાવી રહી હતી,

એટલે મેં હથિયારનું લાઈસન્સ લઈ રીવોલ્વર લેવાનો નિર્ણય કર્યો હતો, ક્રાઈમ રીપોર્ટર હોવાને કારણે મે લાઈસન્સ લેવા માટે કરેલી અરજી સડસડાટ પોલીસ કમિશનર સુધી પહોંચી ગઈ, અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ત્યારે પ્રશાંતચંદ્ર પાંડે હતા, લાઈસન્સના નિયમ પ્રમાણે જેમણે લાઈસન્સ લેવા માટે અરજી કરી છે, તેમનો પોલીસ કમિશનર પોતે ઈન્ટરવ્યુ કરે અને જો તેમને લાગે તો હથિયાર રાખવાનો પરવાનો મળે. એટલે મારે તે પ્રક્રિયામાંથી પસાર થવાનું હતું મારો ઈન્ટરવ્યુનો દિવસ નીશ્ચીત થયો. મને પોલીસ કમિશનર પાંડેની ચેમ્બરમાં બોલાવામાં આવ્યો, પાંડે મારા અને મારા કામથી ખાસ્સા પરિચીત હતા,, તેમના ચહેરા ઉપર કાયમ પ્રમાણે સ્મીત હતું, તેમણે પોતાના ટેબલ ઉપર રહેલી લાઈસન્સની ફાઈલ તરફ જોયુ અને મને આશ્ચર્ય સાથે પુછયુ તમારે હથિયાર લાઈસન્સ જોઈએ છીએ, તેમણે મને બેસવાનો ઈશારો કર્યો, તેમણે ટેબલ ઉપર રહેલી પેન હાથમાં લીધી અને મારી ફાઈલને કઈ પણ પુછયા વગર મંજુરી આપતા કહ્યુ હું તમને હથિયાર લાઈસન્સ આપુ છુ, પણ મને વ્યકિતગત રીતે પુછો તો હું તમને સલાહ આપીશ કે તમે હથિયાર રાખશો નહીં.

- Advertisement -

મને આશ્ચર્ય થયુ કે એક તરફ તેઓ મને હથિયાર લાઈસન્સ આપી રહ્યા છે, બીજી તરફ તેઓ મને હથિયાર રાખશો નહીં તેવી સલાહ આપી રહ્યા છે, પાંડેજી મારા ચહેરાને વાંચી ગયા તેમણે મને સવાલ પુછયો કે જેમની પાસે હથિયાર હતા, જેઓ સુરક્ષા વચ્ચે જીવતા હતા, તે પૈકી કોણ પોતાને બચાવી શકયુુ, .?. હું તેમને સાંભળી રહ્યો,.મુળ ઉત્તર પ્રદેશના વતની વિજ્ઞાન વિષય સાથે અભ્યાસ પુર્ણ કરી અને પહેલા પ્રયત્નમાં યુપીએસસી પુરૂ કરી ગુજરાત કેડરના આઈપીએસ થયેલા પાંડેજીએ મને કહ્યુ હથિયાર કયારેય કોઈને બચાવી શકતુ નથી, તમારી લાઈફ લાઈન બાકી હશે ત્યાં સુધી તમારો વાળ વાંકે થશે નહીં અને લાઈફ લાઈન પુરી થયા પછી ગમે તેટલી સુરક્ષા વચ્ચે પણ તમારી એકઝીટ થશે, પાંડેજી જે કહી રહ્યા હતા તે મને સમજાતુ હતું, પણ ઉમંર નાની હતી એટલે હું સમજવા તૈયાર ન્હોતો, મારે તો રીવોલ્વર સાથે ફરવુ હતું. જયારે આપણી સમજ નાની હોય છે ત્યારે આપણને નજીકનું ચિત્ર જ દેખાય છે, જયારે સમજ મોટી થઈ ત્યારે વિશાળ ચિત્ર આપણે જોઈ શકીએ છીએ લાઈસન્સ આવી ગયુ અને હથિયાર પણ આવી ગયુ, મનમાં એક કૈફ હતો, થોડા દિવસો અને મહિનાઓ સારૂ લાગ્યુ, કોઈ સુપરમેન હોઉ તેવો ભાવ મનમાં રહેતો હતો.

ઘણા માણસો કયારેય મોટા થતાં નથી, પરંતુ મારા સદ્દભાગ્યે ઉમંર વધતા મનથી પણ મોટા થવાની તક મળી અને મારી સમજને સુધારાવામાં અને સ્પષ્ટ કરવામાં અનેક મિત્રોએ મને મદદ પણ કરી, એટલે મને સમજાયુ કે દેશની આઝાદી પછી દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલ સાહેબે ગાંધીજીને પોલીસ રક્ષણ સાથે રાખવાની સલાહ આપી હતી, કારણે પાકિસ્તનના નિર્માણ બાદ દેશનો એક વર્ગ ગાંધીજીથી નારાજ હતો, પરંતુ પોતાના દેશમાં પોતાના લોકોએ ડરવુ પડે તે ગાંધીજીને મંજુર ન્હોતુ અને તેમણે સરદાર સાહેબને પ્રેમપુર્વક રક્ષણ લેવાની ના પાડી હતી., પણ સરકારને ડર સાચો પડયો અને નથ્થુરામ ગોડસેએ ગાંધીજીને ગોળી મારી, નથ્થુરામે ગોળી મારી એક જ વખતમાં ગાંધીજીની હત્યા કરી નાખી, પણ ગાંધીએ પોલીસ રક્ષણ લીધુ હોત તો કોઈ મારી નાખશે તેવામાં ડરમાં ગાંધીજીને રોજ મરવુ પડતુ, ત્યાર પછીના વર્ષોમાં ચકલી પણ પાંખો ફફડાવી શકે નહીં તેવી કડક સુરક્ષા ધરાવતા દેશના બે વડાપ્રધાન ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીની લોંખડી સુરક્ષા વચ્ચે હત્યા કરી દેવામાં આવી, આમ સુરક્ષા વચ્ચે પણ તેમની એકઝીટ થઈ આમ હથિયારો વચ્ચે આપણે સુરક્ષીત છીએ તે આપણો ભ્રમ હોય છે.

તમે પોલીસ અથવા સુરક્ષા સેવા સાથે સંકળાયેલા હોવ અને ફરજના ભાગ રૂપે તમારે હથિયાર રાખવુ પડે તે જુદો પ્રશ્ન છે કારણે પોલીસ અને સેના પોતાની પાસેના હથિયારનો ઉપયોગ પોતાની રક્ષા અને વટ પડે તે માટે કરતી નથી પણ તેમના ભાગે લોકોની સુરક્ષાની જવાબદારી છે તેના માટે હથિયાર અનિવાર્ય છે આપણે તે મુદ્દાની અહિયા ચર્ચા કરતા નથી પણ અહિયા વ્યકિતગત રીતે હથિયાર રાખનાર માને છે કે હથિયાર આપણને બચાવશે તેવુ નથી ખરેખર તો આપણે ડર વગરની જીંદગીની કલ્પના કરી નથી અને તેના માટે પોતાને તૈયાર કર્યા નથી તેના કારણે આપણ મનમાં રહેલો ડર આપણને હથિયાર રાખવાની ફરજ પાડે છે. આપણને કોઈ મારી નાખશે તેવા ડરમાં આપણે હથિયાર રાખીએ, પણ માની લો કે આપણને હાર્ટ એટેક આવ્યો તો શુ રીવોલ્વર આપણો જીવ બચાવી શકશે? જેટલી સરળ રીતે આપણે પૃથ્વી ઉપર જન્મ લીધો એટલે સરળ રીતે જ આપણે વિદાય પણ લઈશુ, નાહકનો માથા ઉપર કોઈ ભાર લઈ ફરવો, જયારે મને આ સમજ આવી ત્યારે મેં 2008માં પોલીસ કમિશનર ઓફિસ જઈ મારુ હથિયાર અને લાઈસન્સ જમા કરાવી કહ્યુ હવે મારે હથિયારની જરૂર નથી કારણ મને ડર લાગતો નથી.અને આમ છતાં જો મૃત્યુ આપશે તો પણ આ હથિયાર મારૂ રક્ષણ કરવાને સમર્થ નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular