Thursday, April 30, 2026
HomeGujaratરાવણ ના હોત તો રામને કોણ પુજત, કૌરવો ના હોત પાંડવોનું મહાત્મય...

રાવણ ના હોત તો રામને કોણ પુજત, કૌરવો ના હોત પાંડવોનું મહાત્મય શુ હોત

- Advertisement -

તમે શોલે ફિલ્મ જોઈ છે ? તેમા એક ગબ્બરસિંગ નામનો વિલન હતો , બહુ ક્રુર અને ધાતકી, આવો જ ગબ્બરસિંહ આપણી જીંદગીમાં પણ હોવો જોઈએ , શોલે ફિલ્મના ગબ્બરસિંગના પાત્રને ઉત્તમ એકટર અમઝદખાને અમર બનાવી દીધુ,, હાલની નવી પેઢી માટે શોલે અને ગબ્બરસિંગનું નામ અજાણ્યુ છે, ભારતના સિનેમા ઘરોમાં મહિનાઓ સુધી ચાલેલી શોલે ફિલ્મ જેમણે પણ જોઈ છે તેમને શોલે ફિલ્મ અંગે પુછો તો મોટા ભાગના લોકો અમિતાભ બચ્ચન-સ ધર્મેન્દ્ર અને હેમામાલિનીના વખાણ કરશે, શોલેમાં ફિલ્મ ગબ્બરસિંગ નામના ડાકુ સામે લડતા બે યુવાનો જય અને વીરૂની કહાની છે, ફિલ્મ જોનારને ખ્યાલ હશે કે કઈ રીતે એક ડાકુ સામે આ બે યુવાનો બહાદુરીપુર્વક લડે છે ફિલ્મની આખરમાં વાહવાહી તો હિરોની જ થાય છે, પરંતુ કોઈ પણ ફિલ્મ હોય હિરોને હિરો સાબીત કરવામાં ફિલ્મના વિલનનો રોલ મહત્વનો હોય છે, વિલન જેટલો ક્રુર અને ધાતકી બતાડો એટલો જ હિરો શકિતશાળી સાબીત થાય દરેક ફિલ્મ લગભગ આવી જ હોય છે,એટલે વખાણ હિરોના થાય છે અને વિલનની ટીકા થાય છે આપણી તમામની જીદંગી પણ ફિલ્મ જેવી હોય છે, આપણી જીંદગીમાં કયારેક માણસ તો કયારેક પરિસ્થિતિ વિલન બની આવે છે અને આપણી જીંદગીમાં વિલન બની આવતા માણસો અને પરિસ્થિતિને આપણે તીરસ્કારીએ છીએ.

આ વાત હું જરા સરળ રીતે સમજાવુ તો આવુ કયારેય બનવાનું નથી કે આપણે જેમના સંપર્કમાં આવ્યા તે બધા જ માણસો આપણને પસંદ હોય , તેવી જ રીતે જેમના સંપર્કમાં આપણે છીએ તે બધા જ આપણને પસંદ કરતા હોય તેવુ પણ નથી, જેમને આપણે પસંદ કરતા નથી તેવા માણસોનો સ્વભાવ આપણને ગમતો નથી અથવા જાણે અજાણે તેમણે આપણને નુકશાન થાય તેવુ કામ કર્યુ અથવા તો નુકશાન કર્યુ છે,, આવા માણસો આપણા પરિવારના સભ્ય હોય, જેમને મિત્ર માનતા હોઈએ તેવો મિત્ર હોય, ઓફિસમાં કામ કરતો સાથી કર્મચારી અથવા માલિક હોય, કોઈ સરકારી અધિકારી અથવા રાજનેતા હોય, આમ આપણને નહીં ગમતા માણસોની યાદી બનાવો તો બહુ લાંબી થાય, તેવી જ રીતે બીજા લોકો પણ જો આવી યાદી બનાવે તો અનેકની યાદીમાં નહીં ગમતા માણસમાં આપણો પણ સમાવેશ થાય છે., કોઈ સાથે બોલાચાલી થઈ હોય , કયારેક ઉગ્ર ચર્ચા થઈ હોય, આપણા અને તેમના મત ભીન્ન હોય, પસંદ-નાપંસંદ અલગ હોય તેવુ પણ બને.

- Advertisement -

પરંતુ આપણને એવા અનેક લોકો પસંદ નથી જેમની સાથે આપણને કેમ છો કહેવાનો પણ સંબંધ હોય, આમ કારણ વગર આપણને અનેક લોકો પસંદ પડતા નથી, મારો જ અનુભવ કહુ તો મને નહીં ગમતા લોકોની યાદી બહુ લાંબી હતી., કોઈ વ્યકિત હું તેના વિચારોને કારણે પસંદ કરતો ન્હોતો, કોઈ વ્યકિતને તેમના કામને કારણે પસંદ કરતો ન્હોતો, કોઈ વ્યકિતએ મને ઈરાદાપુર્વક નુકશાન પહોંચાડયુ હતું, કોઈ વ્યકિતએ મને સાથે ઉભા રહેવાનું વચન આપ્યુ અને મારો સાથ છોડી દીધો હતો., કોઈ વ્યકિતએ મને મદદની જરૂર હતી અને તે મદદ કરવા સક્ષમ હતી છતાં મને મદદ કરી ન્હોતી આમ મને પસંદ નથી તેવી વ્યકિતઓ માટે મારી પાસે અનેક કારણો હતા, હું પત્રકારના વ્યવસાયમાં આવ્યો હોવાને કારણે મારા સદ્દનસીબે મને દિપક સોલીયા જેવો મિત્ર મળ્યો, થોડા વર્ષો પહેલા હું અને દિપક અમસ્તા ચર્ચા કરી રહ્યા હતા,, ત્યારે અમારા એક કોમન મિત્રની વાત નિકળી, આ મિત્રએ મને નુકશાન પહોંચાડવામાં કોઈ કસર છોડી ન્હોતી, જેના કારણે મારી નારાજગીમાં મારો ગુસ્સો પણ સામેલ હતો.

મને નુકશાન પહોંચાડનાર મિત્રની ચર્ચા નિકળી ત્યારે દિપકે મને સમજાવતા કહ્યુ આપણે જેનો નક્કામો ગણીએ છીએ, તે પણ આપણી જેમ પૃથ્વી ઉપર જન્મયો છે, તેનો અર્થ ઈશ્વરે તે માણસ માટે કોઈ યોજના બનાવી છે, તે માણસ નક્કામો હોત તો ઈશ્વરે તેનો પુથ્વી ઉપર મોકલ્યો જ ના હોય, દિપક મને કહ્યુ જે મિત્રએ તને નુકશાન પહોંચાડી તને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તુ ખતમ થયો નહીં, પણ તે મિત્રએ તારી જીંદગીમાં જેટલી અડચણ નાખવાનો પ્રયત્ન કર્યો તેમ તેમ તુ વિપરીત પરિસ્થિતિઓ સાથે લડતા શીખ્યો અને તેમાથી રસ્તો કાઢતો ગયો, હું દિપકની વાતનો વિચાર કરવા લાગ્યો , બહુ વિચાર પછી મને સમજાયુ કે હું જે માણસોને પસંદ કરતો નથી તેવા માણસોને કારણે હું જીંદગીની સમજતો થયો, જેમણે મને નુકશાન પહોચાડવાનો પ્રયત્ન કર્યો તેવા માણસોને કારણે હું મારી જીંદગીને વધારે મજબુત બનાવી શકયો, આમ હું જેમને મારી જીંદગીમાં વિલન સમજતો રહ્યો , તે તમામ વિલનોએ મને એક સારી જીંદગી આપવાનો પ્રયત્ન કર્યો, જયારે ઝઘડો થયો, ગુસ્સો આવ્યો અને નુકશાન થયુ ત્યારે ખુબ માઠુ લાગ્યુ પણ સમય જતા સમજાયુ કે ત્યારે જેને હું નુકશાન સમજતો હતો, તે પરિસ્થિતિએ મને જીંદગીના નવા રસ્તા પણ બતાડયો.

ખાલી માણસ તો આપણી જીંદગીમાં વિલન બની આવે તે જરૂરી નથી, હમણાં કોરોના આપણી જીંદગીમાં વિલન બનીને આવ્યો, કોરાના પહેલા આપણી પાસે લાંબી યાદી હતી કે આના વગર તો આપણને ચાલશે જ નહીં, ઉદાહરણ રૂપે ચ્હાની કીટલી ઉપર ચ્હા પીવી જ પડે, રવિવારે તો રેસ્ટોરન્ટમાં જમવુ જ પડે, મહિનાં એખ વખત તો બહાગામ ફરવા જવુ પડે, કલબમાં ગયા વગર તો ચાલે જ નહીં, આમ આપણી પાસે લાંબી યાદી હતી, આપણે માનતા હતા કે અનેક બાબતો આપણા જીવનનો અતુટ હિસ્સો છે, પરંતુ કોરોનાએ આપણને દોઢ વર્ષમાં શીખવાડી દીધુ કે મોટા ભાગની બાબતો એવી છે જેના વગર પણ જીંદગી સરસ રીતે ચાલે છે હિલ સ્ટેશન ઉપર ફરવા ના જઈએ તો આપણો ઓકસીઝન ખુટી પડતો નથી, રેસ્ટોરન્ટમાં ના જઈ તો આપણને લકવા થતો નથી,કલબમાં ના જઈએ તો આપણને હાર્ટ એટેક આવતો નથી આમ ફલાણા વગર તો ચાલશે નહીં તેવુ આપણે માનતા હતા તે માન્યતાઓ બદલવામાં અને તેના વગર પણ જીદંગી ચાલે છે તેવુ આપણને કોરાનાએ શીખવાડી દીધુ તેથી આપણી જીંદગીમાં માણસના સ્વરૂપમાં કે પછી પરિસ્થિતિના સ્વરૂપમાં ગબ્બરસિંગ જેવો વિલન હોવો જરૂરી છે રાવણ ના હોત તો રામને કોણ પુજત, કૌરવો ના હોત પાંડવોનું મહાત્મય શુ હોત.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular