Saturday, May 23, 2026
HomeGujaratમહેસાણામાં ત્રિપલ તલાક મામલે કોર્ટે આરોપીને સંભળાવી સજા, મહેસાણા જીલ્લાનો પ્રથમ કેસ

મહેસાણામાં ત્રિપલ તલાક મામલે કોર્ટે આરોપીને સંભળાવી સજા, મહેસાણા જીલ્લાનો પ્રથમ કેસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: મુસ્લિમ સમુદાય માટે હવે ત્રિપલ તલાક (Triple Talaq) ભૂતકાળ બની ગયો છે. ત્રિપલ તલાક વુમન મુસ્લિમ એક્ટ 2019 મુજબ હવે કોઈ મુસ્લિમ પતિ તેની પત્નીને ત્રણ વાર તલાક બોલીને છૂટાછેડા આપી શકતો નથી. ત્યારે મહેસાણામાં (Mehsana) એક મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ત્રણ વાર તલાક બોલીને છૂટાછેડા આપવાના કેસમાં કોર્ટે (Mehsana Court) આરોપીને 2 વર્ષની કેદની સજા ફટકારવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના નાગલપુર વિસ્તારમાં ફકીર જાકીરશા નામના વ્યક્તિએ તેની પત્નીને ત્રણ વાર તલાક બોલીને તલાક આપી દીધા હતા. પતિ પત્ની વચ્ચેના 17 વર્ષના દાંપત્ય જીવન બાદ બીજી મહિલા સાથે લગ્ન કરવા જાકીરશાએ તેની પત્ની સાથે માથાકૂટ કરી હતી. ત્યારબાદ તેની પત્ની પિયર ચાલી ગઈ હતી. જો કે આરોપી જાકીરશા તેની સાસરીમાં જઈ પત્ની સાથે બોલાચાલી કરતો અને મારામારી પણ કરતો હતો. તે જ સમયે જાકીરાશાએ તેની પત્નીને ત્રણ વાર તલાક બોલીને છૂટાછેડા આપી દીધા હતા. જેનાથી કંટાળી જાકીરશાની પત્નીએ 2019માં જાકીરાશા સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનામાં ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે તપાસ કર્યા બાદ આરોપી જાકીરાશા સામે મહેસાણા સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતાં સેશન્સ જજ એલ. એલ. મહેતાએ આરોપી જાકીરાશાને દોષિત ઠેરવ્યો હતો અને 2 વર્ષની કેદ તથા 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.

- Advertisement -

ત્રિપલ તલાક વુમન મુસ્લિમ એક્ટ 2019 મુજબ મહેસાણાનો આ પહેલો કેસ છે જેમાં આરોપીને કોર્ટે દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો હોય.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular