નવજીવન ન્યૂઝ. શ્રીનગર: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા (Bharat Joda Yatra) જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કરી ચૂકી છે. એવામાં જમ્મુના નરવાલ વિસ્તારમાં (Narwal area of Jammu) બે આતંકી હુમલા થતા તંત્ર દોડતું થયું છે. નરવાલમાં થયેલા બે બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ બિનસત્તાવાર સુત્રો દ્વારા મળી રહ્યા છે.
ભારત જોડા યાત્રા લઈ કન્યાકુમારીથી કાશ્મીર સુધી પગપાળા જઈ રહેલા રાહુલ ગાંધીને તાજેતરમાં જ સુરક્ષા એજન્સીઓએ પગપાળા નહીં જવા સલાહ આપી હતી. ત્યારે હવે રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરમાં યાત્રા સાથે પહોંચ્યા છે અને નરવાલમાં બે બ્લાસ્ટ થતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર જમ્મુના નરવાલ વિસ્તારના ટ્રાન્સપોર્ટનગરમાં આજરોજ બપોરના સમયે બે વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટમાં 6 જેટલા લોકો ઘાયલ થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે.
દેશના પ્રજાસત્તાક પર્વ અને રાહુલ ગાંધીની યાત્રાને પગલે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. એવામાં આજરોજ બપોરના સમયે જમ્મુના નરવાલમાં બે વિસ્ફોટ થતા ઉચ્ચ અધિકારીઓ અને સીક્યુરિટી ઈમ્પેક્ટ એનાલીસની સહીતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વિસ્ફોટ કરનાર આતંકીઓનું પગેરું શોધવા કાર્યવાહી કરી રહી છે. સાથે જ રાહુલ ગાંધીની યાત્રાને લઈ સુરક્ષામાં વધારો કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે.
સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનાં અધ્યક્ષ ડૉ. નરિંદર ભટિયાલીએ કહ્યું કે ‘વિસ્ફોટમાં ઘાયલ થયેલા 7 લોકોની સારવાર ચાલી રહી છે. તેમાંથી એકની સર્જરી કરવામાં આવી રહી છે જેને પેટમાં ઘા વાગ્યો છે.’ આ પહેલાં પોલીસ મહાનિર્દેશક મુકેશસિંહે જણાવ્યું કે ‘નરવાલમાં બેવડા વિસ્ફોટમાં આશરે 6 લોકો ઘાયલ થયાં છે.’
Tag: Terror Attack in Jammu Today, Jammu Narwal Blast, Bharat Jodo Yatra
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








