નવજીવન ન્યૂઝ. અમદાવાદ: તાજેતરમાં જ અમેરીકામાં લૂંટારાઓએ આણંદના સોજીત્રા ગામના વતની પ્રેયસ પટેલની ગોળી મારી હત્યા નિપજાવી હતી. ત્યારે ફરી એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે.
અમેરીકાના એટલાન્ટા સિટીમાં રહેતા ગુજરાતના કરમસદના વતની પીનલભાઈ પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ લૂંટના ઈરાદે ઘરમાં ઘુસેલા 3 લૂંટારાઓએ પીનલભાઈની પરિવાર પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં 52 વર્ષીય પીનલભાઈ પટેલ અને તેમની 17 વર્ષીય દિકરી ભક્તિ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. લોહીલુહાણ હાલતમાં ઘાયલ થઈ જમીન પર પડેલા બાપ-દિકરીને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ પીનલભાઈ પટેલનું કરૂણ મોત નિપજ્યું હતું.
અમેરીકામાં પીનલ પટેલની ઘાતકી હત્યા નિપજાવી હોવાના સમાચાર વતન કરમસદમાં મળતા પટેલ પરિવાર પર આભ ફાટ્યું હતું. ભારતમાં રહેતા તેમના પરિવાર અને સ્નેહીજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 17 જૂનના રોજ આણંદના સોજીત્રાના વતની પ્રેયસ પટેલની અમેરીકામાં હત્યા નીપજાવી હતી. પ્રેયસ પટેલ ન્યૂપોર્ટ નામના સ્ટોરમાં નોકરી કરતો હતો દરમિયાન અચાનક લૂંટારા ઘસી આવ્યા હતા અને ગોળીઓ વરસાવવા લાગ્યા હતા. આ ગોળીબારની ઘટનામાં ગુજરાતી સહિત બે કામદારો સ્ટોરમાં જ મોતને ભેટ્યા હતા. ત્યાં હવે બીજા ગુજરાતી લૂંટારાની ગોળીનો શિકાર બનતા અમેરીકામાં વસતા ભારતીય પરિવારો ચિંતામાં ગરકાવ થયા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796