નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) ઇસ્કોન ફ્લાયઓવર પર જે ભયાનક માર્ગ અકસ્માત (Iskcon Accident) થયો હતો અને જેમાં 9 નિર્દોષ લોકોના જીવ ગયા હતા, તે મામલે મુખ્ય આરોપી તથ્ય પટેલને (Tathya Patel) કોર્ટે 7 દિવસના તાત્કાલિક જામીન મંજૂર કર્યા છે. અમદાવાદના અદાલતના આ નિર્ણયથી ફરી એકવાર તથ્યકાંડ ચર્ચામાં છે.
તથ્ય પટેલે 19 જુલાઈ 2023ની રાત્રે અતિવેગે કાર ચલાવતા ઇસ્કોન બ્રિજ પર લોકોને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આ ઘટના બાદ શહેરમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોને વ્યાપક ન્યાયની અપેક્ષા હતી. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે તથ્ય કાર ચલાવતી વખતે સ્પીડ લીમિટનો ગંભીર ભંગ કરી રહ્યો હતો.
હવે, તથ્ય પટેલના વકીલે તેની માતાના સ્વાસ્થ્યને લઈને તબીબી કારણો જણાવતાં કોર્ટ પાસે તાત્કાલિક જામીન માગ્યા હતા. કોર્ટે આ અરજીને મંજૂરી આપતાં જામીન મંજૂર કર્યા છે. કોર્ટે 7 દિવસના જામીન મંજુર કર્યા છે. આ જામીન અંગે જણાવાયું છે કે, તે માત્ર તબીબી સારવાર માટે જ મંજૂર કરવામાં આવ્યા છે અને આ સમયમાં તથ્યને ચોક્કસ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. તેની આ અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવમાં આવી છે. તેને મળેલા આ જામીન માત્ર હંગામી જામીન છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમદાવાદની ગ્રામ્ય કોર્ટે તથ્યને 1 દિવસના પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા હતા. તેના દાદાના મરણ પાછળની ક્રિયા માટે તેને જામીન આપવામાં આવ્યા હતા.
એ પણ નોંધનીય છે કે તથ્યને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે તેથી તેણે હાઈકોર્ટમાં કેસમાંથી મુક્તિ માટેની પણ અરજી કરેલી છે.
આ મામલે તથ્યના પિતાને પણ અગાઉ આરોપી બનાવવામાં આવ્યા હતા, કારણ કે અકસ્માત પછીની પરિસ્થિતિમાં તેમની દખલ અંદાજીની ફરિયાદ કરવામાં આવી હતી. તથ્યની સામે ઘણી ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને આ ઘટના બાદ રાજ્યભરમાં માર્ગ સલામતી અને ઝડપી વ્હીકલ ચલાવનારા યુવાનોની જવાબદારી અંગે મોટી ચર્ચા ઊભી થઈ હતી.
હવે જોવાનું એ રહેશે કે તથ્ય પટેલના તાત્કાલિક જામીન પીરિયડ બાદ આગળ કાયદાકીય પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે અને લોકોને ન્યાય કેવી રીતે મળે છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








