Friday, July 3, 2026
HomeGeneralદીકરીની લાશ ખભે નાખી પિતાએ ચાલતી પકડી, તંત્રની એમ્બ્યૂલન્સ મોંડી પડી, Video...

દીકરીની લાશ ખભે નાખી પિતાએ ચાલતી પકડી, તંત્રની એમ્બ્યૂલન્સ મોંડી પડી, Video Viral

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સરગુજાઃ આપણે ત્યાં દરેક રાજ્યની સરકારો છે, શહેરી ગ્રામ્ય સરકાર અને બંધારણ પણ છે કે જેની કસમ ખાઈ નેતાઓ-અધિકારીઓ લોકોને પોતાના હક અપાવવા બેઠા છે પરંતુ ઘણા એવા પણ બનાવો હજુ પણ બને છે જ્યારે આપણને આપણી જ સીસ્ટમનો પડછાયો અરીસ્સામાં જોવા મળે છે. વાતો તો દરેક સરકાર ગરીબોના હક્કની આઝાદી મળી ત્યારથી કરતી હતી, વાયદા કરતી હતી છત્તાં હજુ સ્થિતિમાં જરૂરી હતો તેવા સુધારા જોવા મળતા નથી. હાલમાં જ છત્તીસગઢના સરગુજા જિલ્લામાં એક પિતા પોતાની દીકરીની લાશને ખભે મુકી જતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે પછી સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવએ તપાસના આદેશ આપ્યા છે. જાણકારી મુજબ પિતા મૃત બાળકીને લઈને અંદાજે દસેક કિલોમીટર ચાલ્યા હતા. જાણકારી છે કે જિલ્લાના લખનપુર ગામ સ્થિત સમુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર (કોમ્યૂનિટિ હેલ્થ સેન્ટર)માં શુક્રવારની સવારે બાળકીનું મોત થઈ ગયું અને ગાડીના પહોંચવાથી પહેલા જ તેના પિતા લાશને લઈ ગયા. અમદલા ગામના રહેનારા ઈશ્વર દાસ પોતાની બીમાર દીકરી સુરેખાને સવારે લખનપુર સીએચસી લાવ્યા હતા.



જણાવા મળી રહ્યું છે કે બાળકીનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું અને તે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ તાવથી પીડાઈ રહી હતી. આરોગ્ય કેન્દ્રમાં તેમની જરૂરી સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેમની તબિયત વધુ બગડતાં સવારે 7.30 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, કાર સવારે લગભગ 9:20 વાગ્યે હોસ્પિટલ પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં તેઓ મૃતદેહને લઈ ગયા હતા. વીડિયોમાં તે વ્યક્તિ મૃતદેહને ખભા પર લઈ જતો જોઈ શકાય છે.

- Advertisement -

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શુક્રવારે જિલ્લા મુખ્યાલય અંબિકાપુર ખાતે હાજર રહેલા આરોગ્ય મંત્રી સિંહ દેવે જિલ્લાના મુખ્ય ચિકિત્સા અને આરોગ્ય અધિકારીને આ મામલે તપાસ કરવા અને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું કે મેં વીડિયો જોયો છે. આ ચિંતાની વાત છે. મેં સીએમએચઓને આ મામલાની તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે. મંત્રીએ કહ્યું છે કે જે લોકો ત્યાં પોસ્ટેડ છે પરંતુ તેમની ફરજ નિભાવવામાં સક્ષમ નથી, તેમને હટાવી દેવા જોઈએ.



- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular