નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતનું રાજકારણ શિક્ષણ મુદ્દે ગરમાયું છે. તાજેતરમાં જ ગુજરાત ભાજપ દ્વારા દિલ્હી સરકાર સામે અનેક ટ્વિટ કરીને શિક્ષણ બાબતે આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો વળતાં જવાબમાં દિલ્હીના શિક્ષણમંત્રીએ ગુજરાતના શિક્ષણમંત્રીને શિક્ષણ ડિબેટ માટે લલકાર ફેકયો હતો. જો કે આ બાબતે જીતુ વાઘાણીએ કોઈ પ્રતિકાર આપ્યો ન હતો. ત્યારે આજે દિલ્હીના શિક્ષણમંત્રીએ જીતુ વાઘાણી સહિત ભાજપના તમામ નેતાઓને દિલ્હીની શાળાની મુલાકાત કરવા આમંત્રણ આપ્યુ છે.
સમગ્ર બાબતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અગાઉ ભાજપના ટ્વિટર એકાઉન્ટ પરથી શિક્ષણના મુદ્દે દિલ્હી સરકારનો વિરોઘ કરવામાં આવ્યો હતો. આ વિરોઘને અમે પોઝિટિવ રીતે લીઘો હતો અને શિક્ષણના મુદ્દે ચર્ચા કરવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીને પડકાર ફેંક્યો હતો. બંને રાજ્યના શિક્ષણમંત્રી સામ-સામે બેસીને ચર્ચા કરે તેથી દેશની જનતાને જાણવા મળે કે શિક્ષણ બાબતે સરકાર શું કરી રહી છે.
વઘુમાં કહ્યું કે શિક્ષણ બાબતે અમે પડકાર ફેંક્યો હતો પરંતુ ગુજરાતના શિક્ષણમંત્રીએ ‘હા’ કે ‘ના’નો જવાબ આપ્યા વગર ગોળ-ગોળ ફેરવવાની વાતો કરી. ગુજરાતની શિક્ષણ વ્યવસ્તા ખાડે ગઈ છે તે જગ જાહેર ન થાય એટલે શિક્ષણમંત્રી દુર ભાગી રહ્યા છે. ત્યારે દિલ્હીના શિક્ષણમંત્રીએ ગુજરાતના શિક્ષણમંત્રીને અને તમામ મંત્રીને દિલ્હીની તમામ શાળાઓ જોવા આવવા માટે જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. દિલ્હીની 70 વિઘાનસભા માંથી કોઈ પણ સરકારી શાળા જોવા માગતા હોય તે બતાવવા દિલ્હી સરકાર તૈયાર છે. અમારી ટીમ સચીવાલયમાં જઈને શિક્ષણમંત્રીને આમંત્રણ આપવા જશે.
આપ-બીટીપીનું ગઠબઘન? કે બીટીપી નેતાઓ આપમાં ભળશે?

તાજેતરમાં જ આપના નેતાઓની બીટીપીના નેતાઓ સાથે મુલાકાત થતા ગુજરાતનું રાજકારણ ગરમાયુ હતુ. આ મામલે ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતુ કે અમે આમ આદમી પાર્ટીના વિઝન અને આપના આદીવાસી સમાજ માટે થઈને છોટુંભાઈ અને મહેશભાઈના નીવાસ્થાને મુલાકાત થઈ હતી. તેમણે આદીવાસી સમાજને લઈને તેમની પાસે જે વિઝન છે અને સમસ્યાઓ છે તેમણે રજુ કરી હતી, આપ વતી આદીવાસી સમાજનું સ્ટેડ અમે ચર્ચા કરી હતી, આવનાર દિવસોમાં હજી વઘુ મિટીંગો કરીને એક આખરી નીરાકણ સુઘી પહોંચવાના અમારા તમામ પ્રયત્નો છે. તેમણે આપમાં જોડાય અને તેમના સમાજના જે એજન્ડા છે તે સાથે ચર્ચા કરીને આપને વઘુ મજબુત કરવા માટે આમંત્રણ આપ્યું છે.
AAPના નેતાઓ જીતુ વાઘાણીને આમંત્રણ આપવા પહોંચ્યા, પોલીસે અટકાવ્યા #gandhinagar #aapgujarat #jituvaghani pic.twitter.com/9cEG1oGzD5
— Navajivan News (@NavajivanNews) March 26, 2022
![]() |
![]() |
![]() |











