Friday, May 1, 2026
HomeGujaratસુરેન્દ્રનગરઃ પાટડી હોસ્પિટલનો વીડિયો અર્ધ સત્ય, જાણો શું બન્યું હતું તે વીડિયો...

સુરેન્દ્રનગરઃ પાટડી હોસ્પિટલનો વીડિયો અર્ધ સત્ય, જાણો શું બન્યું હતું તે વીડિયો પહેલા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના પાટડીમાં એક ઘટના ઘટી હતી જેમાં 108 ની એમ્બ્યુલન્સ એક વ્યક્તિને લઈને હોસ્પિટલ પહોંચે છે ત્યારે ફરજ પરના અધિકારી તેમને બ્રોટ ડેડ જાહેર કરે છે એટલે કે જ્યારે આ દર્દીને દવાખાનામાં લાવવામાં આવ્યા ત્યારે તે મૃત્યુ પામેલા હતા. પછી ઘટના એવી ઘટે છે કે જેમનું મૃત્યુ થયું હતું તેમના પરિવારજનો ત્યાં પહોંચે છે. હોબાળો થાય છે અને તેમના વચ્ચે છૂટા હાથની મારામારી થાય છે. આખી ઘટનાનો વીડિયો જ્યારે અમારી પાસે આવ્યો ત્યારે અમે કહ્યું કે પોલીસની આ ગુંડાગીરી છે પણ પછી જે હકીકત અમારી સામે આવી તે પણ તમારી સામે મૂકવી અનિવાર્ય છે.

ગતરોજ અમારી પાસે એક વીડિયો આવે છે, વીડિયોમાં દ્રશ્ય એવું હતું કે પોલીસ અમલદાર હોસ્પિટલની અંદર બાજુમાં મૃતદેહ પડ્યો હોય ત્યારે તેના સ્વજનને ફટકારે છે અને ક્રૂરતાપૂર્વક તેની સાથે વ્યવહાર કરે છે. આ ઘટના કોઈપણ સંવેદનશીલ માણસ માટે અસહ્ય હતી એટલે જ અમારા માટે પણ આ ઘટના આઘાતજનક હતી. અમે તેની સ્ટોરી કરી પણ અમે જેની સ્ટોરી કરી એ વીડિયો પહેલા તમે જોઈ લો…

- Advertisement -

શક્ય છે આ ઘટનાને તમે જોઈ હશે, વાંચી હશે. શક્ય છે આ ઘટનાને નહીં જોઈ હોય, વાંચી હોય, તો પહેલા ઘટના શું હતી તેની વાત કરીએ જેના ઉપર અમે સ્ટોરી કરી હતી. ઘટના એવી છે કે, સુરેન્દ્રનગરના પાટડીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર જાદવને હૃદય રોગનો હુમલો આવે છે. નજીકના લોકો એમ્બ્યુલન્સને બોલાવે છે ત્યાં સુધી તેમણે પ્રાણ છોડી દીધો હતો છતાં એમ્બ્યુલન્સના પાયલોટ અને તેમના સાથીઓ તેમને પાટડીની સરકાર સરકારી હોસ્પિટલમાં લઈ આવે છે અને જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવે છે ત્યારે તેમની સાથે તેમનું કોઈ જ સ્વજન નહોતું ફરજ પરના ડોક્ટર તેમને તપાસી બ્રોટ ડેડ જાહેર કરે છે.

તેમની પાસે એક મોબાઈલ ફોન હતો તેની ઉપર એક રિંગ વાગે છે એટલે ફરજ પરના ડોક્ટર પરિવારને જાણ કરે છે કે, તમારા સ્વજન હવે રહ્યા નથી. એટલે તેમના સ્વજનો ત્યાં પહોંચે છે. આ દરમિયાન મામલો પોલીસનો હતો કારણ કે, કાયદાની પરિભાષામાં જ્યારે કોઈ દર્દીને હોસ્પિટલ લાવતી વખતે મોત નીપજે તો તેનું પોસ્ટમોર્ટમ કરવું અનિવાર્ય હોય છે. મૃત્યુનું કારણ જાણવા માટે. એટલે ફરજ પરના ડોક્ટર પાટડી પોલીસને આ બનાવની જાણ કરે છે અને જાણ કર્યા પછી ત્યાં આગળ ફરજ પરના પોલીસ કર્મચારીઓ પહોંચે છે. ફરજ પરના પોલીસ કર્મચારીઓ કાયદાની પરિભાષામાં કહીએ તો ઇન્ક્વેશ (પંચનામું) ભરવાની કામગીરી કરતા હતા ત્યારે અચાનક બે ત્રણ વ્યક્તિઓ આવે છે. એટલે જ્યારે રાજેન્દ્ર જાદવને હોસ્પિટલ લાવવામાં આવ્યા તેના દોઢ બે કલાક પછી જે વ્યક્તિઓ આવે છે તેમાં એક વ્યક્તિ નશો કરેલી હાલતમાં હોવાનું પોલીસનું કહેવું છે અને બેફામ ગાળો બોલી રહી હતી ક્યાં છે. અને ડોક્ટર આ મારો બાપ છે તેને તમારે બચાવવો પડશે. એમ કહીને તે ફરજ પરના ડોક્ટરને ધક્કા મારે છે, ગાળો બોલે છે અને જે મૃતદેહ હતો. રાજેન્દ્ર જાદવનો તેને પણ તે ફેંટો મારવા લાગે છે. આ રાજેન્દ્ર જાદવ જે મૃત વ્યક્તિ છે તેનો આ ભત્રીજો હતો. જેનું નામ છે રમેશ જાદવ.

ફરજ પરના પોલીસ કર્મચારી આ રમેશ જાદવને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે, તમારો આક્રોશ, તમારી વેદના બધું જ સાચું છે, પણ હવે તમારા કાકા આ દુનિયામાં રહ્યા નથી પણ રમેશ જાદવ અને તેમની સાથે રહેલી બે વ્યક્તિઓ આ વાત માનવા તૈયાર નહોતી અને તેઓ પોલીસને ડોક્ટરને નર્સ સ્ટાફને અને ત્યાં રહેલા બીજા દર્દીઓને ગાળો આપવાનું ચાલુ રાખે છે. પાટડીની આ જે સરકારી હોસ્પિટલ છે, તે 92 ગામોની વચ્ચે એકમાત્ર હોસ્પિટલ છે. એટલે દૂર દૂરના ગામડાઓમાંથી પણ અહીંયા દર્દીઓ આવતા હતા. રમેશ જાદવ આખી હોસ્પિટલને બાનમાં લે છે. કામ કરવા દેતા તા નથી, અવારનવાર તે હાથની મુઠ્ઠીઓ બંધ કરી સ્ટ્રેચર ઉપર હાથ પછાડે છે. દર્દીઓને ગાળો આપે છે. આ માહોલ તંગ થઈ રહ્યો હતો ત્યાં રહેલા ફરજ પરના પોલીસ કર્મચારી હાથ જોડી સમજાવતા હતા કે, તમારા સ્વજનનું મૃત્યુ થયું છે, તે વાત સાચી છે પણ હવે આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે. અહીંયા પોલીસ કે ડોક્ટરનો કોઈ વાંક નથી. આમ આખી ઘટનાને દો દોઢ બે કલાક થઈ જાય છે. તે પોલીસને કામ કરવા દેતો નથી.

- Advertisement -

એટલે ફરજ પરના પોલીસ કર્મચારી પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરે છે અને પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટર આવી રમેશ જાદવને સમજાવાનો પ્રયત્ન કરે છે પણ પછી રમેશ જાદવ પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટરનું બાવડું પકડે છે બસ તમે વીડિયો અહીંથી જોયો હતો અને આ દ્રશ્યો જોયા પછી તમને એવું લાગ્યું હશે કે, પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની સાથે રહેલા જમાદારે બળ પ્રયોગ કર્યો. હા એ વાત સાચી છે. પણ આ ઘટનાક્રમ પહેલા લગભગ બે કલાક સુધી આ વ્યક્તિ ડોક્ટરને મારે છે. નર્સને ગાળો આપે છે. પોલીસ કર્મચારીઓને ભાંડે છે. ત્યાં આવનાર દર્દીના સગાને પણ ગાળો આપે છે. આમ બે કલાક સુધી આ વ્યક્તિએ હોસ્પિટલને બાનમાં લીધી હતી, પછી જે ઘટના ઘટી એનો તો વીડિયો તમે જોયો. એ વાત સાચી છે કે પોલીસ વિશે બળ પ્રયોગ કર્યો એ વધુ પડતો હતો. છતા ટ્રિગર કઈ ઘટના થઈ તેની આ વાત છે, તો દર વખતે આપણને જે સત્ય દેખાય બધું જ સત્ય, સત્ય હોતું નથી, સત્યમાં ભેળસેળ હોય છે. સત્યમાં પોતાની વાત પણ હોય છે, સત્યમાં કોઈની સાંભળેલી વાત પણ હોય છે. કારણ કે, આપણા સુધી જે સત્ય પહોંચે છે, તેમાં અનેક વખત ગરબડ થવાની પણ શક્યતા છે. એટલે કોઈપણ સત્યને આખરી સત્ય માની લેવું જોઈએ નહીં.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular