Wednesday, May 20, 2026
HomeGujaratજમીન પ્રકરણમાં પોલીસને કેમ વધુ રસ? મોરબીના કોન્સ્ટેબલને તોડ કરતા ACBએ રંગેહાથ...

જમીન પ્રકરણમાં પોલીસને કેમ વધુ રસ? મોરબીના કોન્સ્ટેબલને તોડ કરતા ACBએ રંગેહાથ ઝડપ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મોરબીઃ ગુજરાત પોલીસ અવાર નવાર આરોપ લાગતા હોય છે કે, પોલીસને જમીનની મેટરમાં વધારે રસ હોય છે, અને આવું જ કઈંક મોરબીમાં જોવા મળ્યું છે, એક કોન્સ્ટેબલે જમીન અંગેની અરજી આવી હતી અને તેમાં તોડ કરવા જતાં ઝડપાઈ ગયો છે. એસીબી દ્વારા સફળ કાર્યવાહી દરમિયાન અરજી પર તોડ કરવા નીકળેલા કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે.

ગુજરાત પોલીસ સામે ભુતકાળમાં અનેક વાર એવા આરોપ લાગ્યા છે, કે કોઈ ફરિયાદ લઈને તમે જાવ તો તેમાં પોલીસને રસ હોતો નથી પરંતું જો જમીનની કોઈ મેટર પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો તેમાં કેટલાક પોલીસ કર્મીઓ અંગત રસ લઈને કામ કરતાં હોય છે. મોરબીમાં આવું જ કંઈક સામે આવ્યું છે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલ જમીનની એક અરજીમાં તોડ કરવા જતાં ACBના હાથે ઝડપાઈ ગયો છે.

- Advertisement -

પ્રાપ્ત વિગત અનુસાર, મોરબીમાં રહેતા એક ફરિયાદીએ સપ્ટેમ્બર 2024માં નગર દરવાજા પોલીસ ચોકીમાં પ્લોટ બાબતે ખોટી રીતે દસ્તાવેજ કર્યો હોવાનની બાબતે એક અરજી કરી હતી. આ અરજીનો નિકાલ કરવા માટે નગરદરવાજા ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હિતેષ મકવાણાએ ફરિયાદી પાસેથી બે લાખ પચાસ હજારની માગણી કરી હતી અને ત્યારબાદ 2,35,000 આપવાનું નક્કી કર્યું હતું. જોકે ફરિયાદી વ્યક્તિ આ લાંચની રકમ આપવા માગતો ન હોવાથી સમગ્ર બાબતની જાણ એસીબીને કરીને ફરિયાદ આપી હતી. એસીબીને ફરિયાદ મળતા એસીબીના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્પેક્ટર એ.કે. ચૌહાણ દ્વારા દલવાડી ચાર રસ્તા મોરબી ખાતે આવેલા સુરેશ પાન પાર્લરની બાજુમાં આવેલા રોડ પર લાંચિયાને પકડવાનું છટકું ગોઠવ્યું હતું.

આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિતેષ મકવાણા ફરિયાદી પાસેથી 2,35,000 લેવા જતાં એસીબીએ આ લાંચિયા કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી બાદ એસીબીએ કોન્સ્ટેબલ હિતેષ મકવાણાને ડીટેન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ સૂત્રો તરફથી એવી પણ જાણકારી મળી રહી છે કે, આ કેસમાં એક PSI ની પણ પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે સવાલએ થાય કે શું આ કોન્સ્ટેબલે કોઈ અધિકારીની સૂચનાથી આ લાંચની રકમ માગી અને લેવા માટે ગયો હતો કે કેમ? તેને લઈને હાલ સવાલ ઊભા થઈ રહ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular